Trisha And Jayam Ravi Losing Their Twitter Blue Ticks: મણિરત્નમની (Mani Ratnam) મૉસ્ટ અવેઈટેડ ફિલ્મ 'પોન્નિયન સેલવન 2' (Ponniyin Selvan 2) આગામી 28મી એપ્રિલે થિએટર્સમાં રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મની સ્ટારકાસ્ટ અને ક્રૂએ પહેલેથી જ તેનું પ્રમૉશન શરૂ કરી દીધું છે, અને હવે આ ફિલ્મને લઇને દેશભરમાં તેમના ફેન્સ સાથે મુલાકાત કરી રહ્યાં છે. આ દરમિયાન ફિલ્મના અભિનેતા જયમ રવિ (Jayam Ravi) અને અભિનેત્રી ત્રિષા કૃષ્ણનને (Trisha) પોતાનુ ટ્વીટર વેરિફિકેશન ગુમાવી દીધુ છે. જાણો આ સ્ટાર્સ સાથે આવુ કેમ થયું. 


'પોન્નિયન સેલવન 2'ના પ્રમૉશનમાં વ્યસ્ત છે સ્ટારકાસ્ટ 
જયમ રવિએ ફિલ્મમાં 'પોન્નિયન સેલવન 2' ચૌલ સામ્રાજ્યના રાજકુમારની ભૂમિકા ભજવી છે, વળી, ત્રિષાએ રાજકુમારી કુંદાવઇની ભૂમિકાથી તમામનો ધ્યાન ખેંચ્યું છે. ટ્વીટર પર બ્લૂ ટિક હટાવવા વિશે વાત કરતા બન્ને સ્ટાર્સે કહ્યું, “ફિલ્મના પ્રમૉશન માટે ફિલ્મની સમગ્ર કાસ્ટએ સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર તેમના નામ બદલી નાખ્યા છે. ત્રિષાએ એમ પણ કહ્યું કે, તે ખુબ જ ઉત્સાહિત હતી તેથી તેણે તેને બદલ્યું જેના કારણે તેને બ્લૂ ટિક ગુમાવવી પડી. તેને કહ્યું કે તેની ટીમ તેની વાપસી માટે કામ કરી રહી છે. 


જયમ રવિ-ત્રિષા કૃષ્ણનને ટ્વીટર વેરિફિકેશન ગુમાવ્યુ -
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ટ્વીટરે પોતાનો નિયમ બદલ્યા છે, હવે યૂઝર્સ બ્લૂ ટિક વેરિફિકેશન ખરીદી શકે છે. તો આવામાં શક્ય છે કે બ્લૂ ટિક વાપસી માટે આ સ્ટાર્સ કંઇક પગલા ભરી શકે છે. ખેર, જયમ રવિ અને ત્રિષાએ સ્પષ્ટ કરી દીધુ છે કે, સોશ્યલ મીડિયા પર તેને ફિલ્મ પ્રમૉશન માટે પોતાના નામ બદલ્યા જેના કારણે આ બ્લૂ ટિક તેમને ગુમાવી દીધુ છે. 






'પોન્નિયન સેલવન 2' ચૌલ સામ્રાજ્ય પર આધારિત ઐતિહાસિક મહાકાવ્ય નાટક છે. આ ફિલ્મમાં વિક્રમ, ત્રિષા, ઐશ્વર્યા રાય, કાર્તિ અને જયમ રવિ મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત સરથકુમાર, પાર્થિબન, વિક્રમ પ્રભુ, પ્રભુ, ઐશ્વર્યા લક્ષ્મી અને શોભિતા ધુલિપાલા પણ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મનું સંગીત એઆર રહેમાને તૈયાર કર્યુ છે.