✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Bigg Boss 12 : શ્રીસંતને ટક્કર આપી દીપિકા કક્કડ બની વિજેતા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Dec 2018 03:38 PM (IST)
1

મુંબઈ: બિગ બોસ સીઝન 12ની ટ્રોફીને તેનો હકદાર મળી ગયો છે. રવિવારના ગ્રાન્ડ ફિનાલેમાં દીપિકા કક્કડની બિગ બોસ 12ના વિનર તરીકે પસંદગી કરાઈ છે. દીપિકાએ સેલિબ્રિટી કંટેસ્ટેંટ તરીકે શોમાં ભાગ લીધો હતો અને 15 સપ્તાહમાં સફળતામાંથી પસાર થઇ આખરે શો ની વિજેતા બની છે. બિગ બોસ શોમાં તેની ટક્કર તેના સૌથી સારા સાથી શ્રીસંત સાથે હતી. શ્રીસંત શો માં રનર-અપ રહ્યો હતો.

2

દીપક બહાર થયા બાદ જીત માટે સીધી ટક્કર દીપિકા કક્કડ અને શ્રીસંતની વચ્ચે હતી. રંગારંગ ફિનાલેમાં દીપિકા અને શ્રીસંતની વચ્ચે ખૂબ જ સસ્પેંસ ક્રિએટ કર્યા બાદ સલમાન ખાને દીપિકાને વિજેતા તરીકે જાહેર કરી હતી.

3

બિગ બોસ ગ્રાન્ડ ફિનાલેમાં ટોપ 5મા દીપિકા કક્કડ, શ્રીસંત, રોમિલ ચૌધરી, દીપક ઠાકુર, અને કરનવીર બોહરા પહોંચ્યા હતા. જો કે ફિનાલેની શરૂઆતમાં કરનવીર બોહરા એલિમિનેટ થયો હતો. ત્યારબાદ રોમિલ ચૌધરી ટોપ 2ની રેસમાંથી બહાર થયો. બિગ બોસે ફિનાલેમાં જબરદસ્ત ટ્વિસ્ટની અંતર્ગત બાકી બચેલા ઘરવાળાઓને ઓફર આપી કે તેઓ જીતની રકમનો એક હિસ્સો પોતાની સાથે ઘરે લઇ જઇ શકે છે. પરંતુ તેના બદલામાં તેઓ જીતની રેસમાંથી બહાર થઇ જશે. દીપક ઠાકુરે રકમ લઇ ઘરે જવાનો નિર્ણય કર્યો હતો.

  • હોમ
  • મનોરંજન
  • Bigg Boss 12 : શ્રીસંતને ટક્કર આપી દીપિકા કક્કડ બની વિજેતા
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.