મુંબઈઃ રિયાલિટી શો બિગ બોસ આવતા મહિને શરૂ થવાનો છે. આ વખતે શો ઓટીટી પ્લેટફોર્મ પર ટેલીકાસ્ટ થશે. આ વખતે તેમાં બોલિવૂડની હોટ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતનું નામ પણ ચર્ટઈ રહ્યું છે. સ્પોટબોયે તેના રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી લખ્યું, મલ્લિકાને શોમાં 6 સપ્તાહ માટે ભાગ લેવાની ઓફર કરાયા છે.


સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, બિગ બોસ માટે મલ્લિકાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે મોટી રકમ માંગી હતી. જેની આ ડિમાંડ મેકર્સ પૂરા કરી શકે તેમ નહોતા. જેથી તેના સ્થાને અમીષા પટેલને લેવામાં આવી છે. મલ્લિકા શેરાવત હાલ હિન્દી ફિલ્મોથી દૂર છે. તે લાંબા સમયથી બોલિવૂડ ફિલ્મોમાં નજરે પડી નથી. જો આ સ્થિતિમાં તે બિગ બોસનો હિસ્સો બનત તો તેના ફેંસ માટે સારા સમાચાર હતો પરંતુ હવે ચાહકોએ તેની ઝલક જોવા રાહ જોવી પડશે.


હાલ થઈ રહેલી અટળો મુજબ બિગ બોસ 15ના સ્પર્ધકોમાં અમિત ટંડન. અર્જુન બિજલાણી, દિશા વાકાણી, સુરભી ચંદ્રન, કૃષ્ણા અભિષેક, નેહા મર્દા, જેનીફર વિંગટ, અદાખાન,  નિયા શર્મા હોઈ શકે છે. જોકે મેકર્સ દ્વારા હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.


મલ્લિકા શેરાવતનું મૂળ નામ રિમા લાંબા છે. તેણે અનેક બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યુ છે. આ ઉપરાંત સારાભાઈ વર્સિસ સારાભાઈ, ધ બેચલર્સ ઈન્ડિયા જેવા ટેલિવિઝન શોમાં પણ કામ કર્યુ છે. 2004માં મર્ડર ફિલ્મ માટે બેસ્ટ એક્ટર ફિમેલ માટે નોમિનેટ થઈ હતી. આ ફિલ્મમાં તેણે અનેક કિસીંગ સીન આપ્યા હતા.


રાજ કુન્દ્રા-શિલ્પા પર સેબીની કાર્યવાહી


પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવેલા કારોબારી રાજ કુન્દ્રા અને તેની પત્ની શિલ્પા શેટ્ટી પર સેબીએ પણ કાર્યવાહી કરી છે. આ બંનેની સાથે વિયાન ઈન્ડસ્ટ્રીઝે પણ શેર કારોબારોમાં ઈનસાઈડર ટ્રેડિંગ નિયમોના ઉલ્લંઘન બદલ દોષી માનયા છે અને તેના પર 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સેબી તપાસમાં જાણવા મળ્યું કે, 1 સપ્ટેમ્બર 2013થી 23 ડિસેમ્બર 2015 વચ્ચે રાજ કુંદ્રા, શિલ્પા શેટ્ટી અને વિયાન ઈન્ડસ્ટ્રીઝે સેબીના રેગુલેશંસ એક્ટનું ઉલ્લંઘન કર્યુ છે. કંપનીએ દ્વારા 29 ઓક્ટોબર 2015ના રોજ 5 લાખ ઈક્વિટી શેરનું એલોટમેંટ ચાર લોકોને કરાયું હતું. જેમાં રાજ અને શિલ્પા બંનેને 1,28,800 શેર ફાળવવામાં આવ્યા હતા.