નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર કોઈને કોઈ સેલિબ્રિટી ટ્રોલ થતી જ રહે છે, પછી ભલે તેના કપડાને લઈને હોય કે કોઈ અન્ય કિસ્સો હોય. આ વખતે ટ્રોલર્સના નિશાના પર બિગ બોસ ફેમ મંદાના કરીમી આવી ગઈ છે. તે હાલમાં એટલા માટે ટ્રોલ થઈ રહી છે કારણ કે, રમઝાનના મહિનામાં બિકીની પહેરીને એક વીડિયો તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે, જેને લઈનેતે લોકોના ગુસ્સાનો ભોગ બની છે.


લોકોની ધાર્મિક લાગણી દુભાતા તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. આટલું બધું થવા છતાં મંદાનાને તેનાથી કોઈ ફેર નથી પડ્યો. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ બિકીની વીડિયોને વિરોધ થવાં છતાં હટાવ્યો નથી.



કેટલાક લોકો આ પોસ્ટને ખોટી ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો તેના વખાણ પણ કરી રહ્યા છે.



મંદાના કરીમી ત્યારે સૌથી વધારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે 2017માં ગૌરવ ગુપ્તાની સાથે લગ્ન કર્યા હતા. સૌથી પહેલા મંદાના કરીમીએ એ સમયે લાઈમલાઈટમાં આવી હતી જ્યારે તે બિગ બોસમાં આવી હતી, ત્યાર બાદથી તેનો હોટ અવતાર સોશિયલ મીડિયા પર સતત છવાઈ રહ્યો છે.