કાળિયાર શિકાર કેસઃ વધી શકે છે સલમાન સહિત આ સિતારાઓની મુશ્કેલી, જાણો વિગત
સોનાલી બેંદ્રે હાલ કેન્સરની સારવાર કરાવી રહી હોવાથી અમેરિકામાં છે. સારવાર માટે તેણે માથાના તમામ વાળ પણ ઉતરાવી નાંખ્યા છે. તે આ કેસની આગામી સુનાવણીમાં હાજર નહીં રહે તેવી પણ શક્યતા છે.
સલમાને દર વખતે વિદેશ જતાં પહેલા કોર્ટની મંજૂરી લેવી પડે છે અને તે જામીન પર હોવાનું જણાવવું પડે છે. સલમાન નાના પડદા પર રિયાલિટી ટીવી શો બિગ બોસ 12માં હોસ્ટ તરીકે નજરે પડશે.
આ વર્ષની શરૂઆતમાં થયેલી જોધપુરની નિચલી કોર્ટમાં સુનાવણીમાં કોર્ટે સલમાનને પાંચ વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ તેણે બે રાત જેલમાં પસાર કરી હતી ત્યારબાદ આ મામલે તેને જામીન મળ્યા હતા. તેની સાથે કોર્ટે દેશ બહાર જવા પર પ્રતિબંધ લગાવ્યો હતો અને કોર્ટની મંજૂરી વગર તેને દેશ બહાર જવાની પરવાનગી ન હતી. રાજસ્થાન સરકારના આજે આવેલા નિવેદનથી લાગે છે કે અન્ય કલાકારોને લઈ આ મામલો વધારે લાંબો ખેંચાઈ શકે છે.
જોધપુરઃ કાળિયાર શિકાર કેસમાં નિર્દોષ છોડવામાં આવેલા એક્ટર સૈફ અલી ખાન, નીલમ, સોનાલી બેંદ્રે અને તબ્બુની મુશ્કેલી વધી શકે છે. જ્યારે સલમાન ખાનને 5 વર્ષ જેલની સજા સંભળાવવામાં આવી હતી. હાલ આ મામલાની સુનાવણી જોધપુર કોર્ટમાં ચાલે છે. શનિવારે રાજસ્થાન સરકારે કહ્યું કે આ અભિનેતાઓની મુક્તિ સામે અપીલ કરશે. માત્ર સલમાન ખાન દોષી જાહેર થયો છે અને તે પણ જેલની બહાર છે.