મુંબઈ: બોલિવૂડ સ્ટાર્સ ભલે પોતાના ‘વેલેન્ટાઈન્સ-ડે’ સેલિબ્રેશનને છૂપાવતા હોય પરંતુ બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા અને અભિનેતા અર્જુન કપૂરની બાબતમાં આવું નથી. આ બન્ને બોલિવૂડના ચર્ચિત કપલમાંથી એક છે અને પ્રેમના દિવસને તેમણે ખૂબ જ સુંદર રીતે સેલિબ્રેટ કર્યો હતો જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે પ્રેમાળ ટેબલ સેન્ટરપીસની તસવીર શેર કરી હતી. આ તસવીર હોટલ રૂમની છે. જ્યાં ચોકલેટ ડિપ્ડ સ્ટ્રોબેરીઝ પણ મુકવામાં આવેલી છે. મલાઈકા અને અર્જુન બન્નેએ પોતાની આ તસવીર ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરી હતી.

નોંધનીય છે કે, મલાઈકા અને અર્જુને જૂનમાં પોતાના રિલેશન જાહેર કર્યાં હતાં. તેણે ઈન્સ્ટાગ્રામ પર અર્જુન સાથે ફોટો પોસ્ટ કર્યો હતો. અર્જુનના જન્મદિવસે તેણે આ પોસ્ટ શૅર કરી હતી.

અર્જુન કપૂરે પણ મલાઈકાના બર્થ-ડે પર એક સુંદર તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં તે મલાઈકને કિસ કરતો જોવા મળ્યો હતો. ત્યાર બાદ નવા વર્ષ પર મલાઈકા અને અર્જુને નવું વર્ષ સાથે ઉજવ્યું હતું.

નોંધનીય છે કે લાંબા સમયથી મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના અફેરની ચર્ચા ચાલી રહી છે. જોકે હજુ સુધી બન્ને તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.