નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ઘમાસાન મચી છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ભાજપ, કોંગ્રેસ, શિવસેના અને એનસીપીમાં જોરદાર ટક્કર ચાલી રીહ છે. હાલની રાજનીતિક સ્થિતિને જોતા સોશિયલ મીડિયા પર ખૂબ પ્રતિક્રિયાઓ આવી રહી  છે, અને બધા પોત પોતાની રાતે વાત મુકી રહ્યા છે. બોલિવૂડ સ્ટાર પણ પોતાનો પક્ષ લોકો સમક્ષ મુકી રહ્યા છે. બોલિવૂડ એક્ટર જાવેદ જાફરી પણ ઘણી વખત રાજનીત અને સામજિક મુદ્દાઓ પર પોતાનો પક્ષ મુકતા હોય છે, અને હવે તેમના દ્વારા રાજનીતને લઈને કરવામાં આવેલ કટાક્ષ પણ ચર્ચાનો વિષય બની ગયા છે.




જાવેદ જાફરીએ સોશિયલ મીડિયામાં ટ્વિટ કરીને સૈમુઅલ એલ.જેક્શનની એક તસવીર મૂકી ટિપ્પણી કરી છે. જેમાં લખ્યું છે કે "જો આપણે નેતાઓ ના બદલે શિક્ષકોને વધુ પૈસા આપી શકતા તો ભવિષ્યમાં વધુ સ્માર્ટ લોકો હશે અને ઓછા અજીબોગરીબ કાયદા હશે". આ સાથે જ કેપ્શનમાં જાવેદ લખ્યું, "કુછ કહ ગયે જનાબ". ઉલ્લેખનયી છે કે જાવેદની આ ટ્વિટ રાજનીતિને સંદર્ભ તરીકે રજૂ કરી છે. વધુમાં જાવેદે સૈમુઅલની વાતને અહીં થોડી ટ્વિસ્ટ કરીને મૂકી હતી.


આ બાદ જાવેદ અન્ય એક ટ્વિટમાં લખ્યું "હું ચૂંટણી પછી મારો વોટ બદલવા માગું છું, હું શું કરી શકું છું, મને જણાવો? જો ના તો ચૂંટણી પછી નેતા પોતાની પાર્ટી કેવી રીતે બદલી શકે? આ પોસ્ટ સાથે જાવેદ કેપ્શનમાં લખ્યું હતું "તેવા સવાલ જેનો કોઇ જવાબ નથી".  નોંધનીય છે કે જાવેદ જાફરી હંમેશાથી દેશની સમસ્યાઓ પર મુક્ત મને પોતાના વિચારો કહેતા આવ્યા છે. અને તે સોશિયલ મીડિયા પર પણ આ મામલે એક્ટિવ છે.