નવી દિલ્હીઃ બોલીવુડના એક્ટર અને પ્રોડ્યુસર કમાલ આર ખાનો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. કમાલ આર ખાને ભાજપની જીત પર પણ પોતાનું રિએક્શન આપ્યું છે. લોકસભાની ચૂંટણીના વલણમાં ભાજપની બેઠકોનો આંકડો 325ને પાર પહોંચી ચૂક્યો છે અને હવે ફાઈનલ રિઝલ્ટની રાહ જોવાઈ રહી છે. ત્યારે લોકસભા ચૂંટણીમાં ભાજપના આશનાદર પ્રદર્શન પર કમાલ આર ખાન પણ વખાણ કરવાથી પોતાની જાતને નથી રોકી શક્યા.


કમાલ આર ખાને પીએમ નરેન્દ્ર અને બીજેપી અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વ વાળી એનડીએની જીત પર ટ્વીટ કર્યું છે અને તેનું આ ટ્વીટ ઘણું વાયરલ થયું છે. કેઆરકે ચૂંટણી પરિણામના સમયે પાંચ સોગંદ લીધા છે. તેને લખ્યું કે….
1. હું ન્યૂઝ ચેનલ નહીં જોઉં.
2. રાજકારણ અંગે કોઈ ટ્વિટ નહીં કરું.
3. ભાજપ વિરુદ્ધ એક શબ્દ નહીં કહું.
4. રોજ કહી શકે અમિત શાહ અને નરેન્દ્ર મોદી પોલિટિક્સનો બાપ છે.
5. કોઈ પણ રાજકીય ટ્વિટ ન તો વાંચીશ ન તો રિપ્લાય કરીશ



આ રીતે બોલિવૂડ એક્ટર કમાલ ખાને બીજેપી વિરુદ્ધ કંઈ પણ ન કહેવાનું મન બનાવ્યું છે. કમાલ ખાનનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ઘણું વાયરલ થયું છે.