અભિનેતા સુશાંત સિંહે રાજપુતની ટીમે એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે અને તેની લાઈફ અને વર્કને સેલિબ્રેટ કરવા માટે કહ્યું છે અને મીડિયાને તેના પરિવારને લઈને પ્રાઈવેસી બનાવી રાખવાની અપીલ કરી છે. સુશાંત સિંહ રાજપુતે રવિવારે બાંદ્રાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી.


સુશાંત સિંહ રાજપુતના પરિવારના આધાર તેમની ટીમે એક નિવેદન જાહેર કર્યું હતું જેમાં લખ્યું હતું કે, આ કહેતા દુખ થાય છે કે સુશાંત સિંહ રાજપુત આપણી વચ્ચે રહ્યાં નથી. અમે તેના ચાહકોને પ્રાર્થના કરીએ છીએ કે તેને પોતાના વિચારોમાં રાખો અને તેની લાઈફ અને કામને સેલિબ્રેટ કરો. અમે મીડિયાને પ્રાર્થના કરીએ છીએ કે, આ દુખની ઘડીમાં પ્રાઈવેસી બનાવવી રાખવા માટે અમારી મદદ કરો.

મુંબઈ પોલીસે એક નિવદેનમાં જણાવ્યું હતું કે, સુશાંત સિંહ રાજપુતની મોત આત્મહત્યાના કારણે થઈ હતી અને તેની તપાસ ચાલુ છે. તેની પાસે કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી. અભિનેતા સુશાંત સિંહ રાજપુતના અંતિમ સંસ્કાર મુંબઈમાં જ કરવામાં આવશે. સુશાંતના પિચરાઈ ભાઈ અન બીજેપી ધારાસભ્ય નીરજ સિંહે કહ્યું હતું કે, સુશાંતના પિતા કેકે સિંહ સાતે તેઓ મુંબઈ પહોંચશે. આ નિર્ણય કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ ઉપરાંત નીરજ સિંહે એ પણ કહ્યું હતું કે, સુશાંતના બોલિવૂડના મિત્રોએ પણ મુંબઈમાં જ અંતિમ સંસ્કાર કરવાનો આગ્રહ કર્યો હતો. આ પહેલા એવા સમાચાર સામે આવ્યા હતાં સુશાંતના મૃતદેહને પટના લઈ જવામાં આવશે.

સુશાંત સિંહ રાજપુતની સાથે કામ કરનાર લોકો ચોંકી ગયા છે અને તેમણે સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલિ આપી હતી. સુશાંત સિંહ રાજપુતને સીરિયલ પવિત્ર રિશ્તા અને કિસ દેશ મેં હે મેરા દિલમાં પાત્ર આપનાર પ્રોડ્યુસર એકતા કપૂરે એક ઈન્સ્ટાગ્રામ કંન્વર્સેશનનો સ્ક્રીન શોર્ટ શેર કર્યો છે અને લખ્યું હતું કે, નોટ ફેર સુશાંત, એક અઠવાડિયામાં બધુ બદલાઈ જાય છે! તે આ સારું નથી કર્યું.