Holi 2020: એક્ટ્રેસ અમાયરા દસ્તુરે ખાસ અંદાજમાં કરી ઉજવણી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Mar 2020 09:38 PM (IST)
અમાયરા દસ્તુરની હોળી ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈ: દેશભરમાં આજે હોળીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. લોકો એકબીજાને હોળીની શુભકામના પાઠવવા સહિત રંગોથી રંગી રહ્યા છે. ત્યારે બોલીવૂડ એક્ટ્રેસ અમાયરા દસ્તુરે પણ હોળીની ઉજવણી કરી હતી. અમાયરા દસ્તુરની હોળી ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અમાયરા ખૂબ જ બોલ્ડ અંદાજમાં હોળીની ઉજવણી કરી રહી છે. બોલીવૂડ એક્ટ્રેસ અમાયરા ફિલ્મ 'મેડ ઇન ચાઇના'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં રાજકુમારની એક્ટિંગ લોકોએ પસંદ કરી હતી. અમાયરાએ માત્ર 16 વર્ષે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. અમાયરા બોલીવૂડ સિવાય સાઉથ તમિલ અને તેલૂગૂ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. ફિલ્મો સાથે-સાથે તે ઘણી જાહેરખબરોમાં પણ જોવા મળી છે. અમાયરા છેલ્લે ફિલ્મ પ્રસ્થાનમ અને ફિલ્મ જજમેન્ટલ હૈ કયાં માં જોવા મળી હતી. (વીડિયો ઈન્સ્ટાગ્રામ માનવ મંગલાણી)