મુંબઈઃ બોલીવૂડમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થઈ છે. કાજોલ પછી હવે એક વધુ દિગ્ગજ અભિનેત્રી કોરોના સંક્રમિત થયા છે. હવે જયા બચ્ચનને પણ કોરોના થયો છે. કોરોના થતાં ધર્મેન્દ્ર સાથે ફિલ્મનું શૂટિંગ બંધ કર્યું. કરણ જોહર પોતાની અપકમિંગ ફિલ્મ રોકી ઔર રાનીની પ્રેમી કહાનીનું શૂટિંગ ઝડપથી પૂરું કરવા માગે છે. પરંતુ આવું થઈ રહ્યું નથી. કારણ કે કોઈને કોઈ કારણોથી શૂટિંગ અટકી રહ્યું છે. હાલમાં જ સમાચાર સામે આવ્યા છે કે, ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતા અભિનેત્રી શબાના આઝમીને કોરોના થયો છે. આ પછી ફિલ્મનું શૂટિંગ રોકી દેવું પડ્યું. હવે જાણવા મળ્યું છે કે, જયા બચ્ચનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. 


કરણ જોહરે કોરોના રિપોર્ટ પોઝિટી આવ્યા પછી પોતાની ફિલ્મનું શૂટિંગ તાત્કાલિક રોકી દીધું હતું. જયા બચ્ચન અને શબાના આઝમીને કોરોના થતાં શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. જણાવાઈ રહ્યું છે કે, આ ફિલ્મનું શૂટિંગ 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું અને જે 14 ફેબ્રુઆરીએ પૂરૂ કરવાનું હતું. 


કોરોનાની ત્રીજી લહેર દરમિયાન બોલીવૂડના અનેક સેલિબ્રિટી કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. જેમાં હવે વધુ એકનો ઉમેરો થયો છે. બોલીવૂડની સ્ટાર એક્ટ્રેસ કાજોલ કોરોનાથી સંક્રમિત થઈ છે. તેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ માહિતી શેર કરી છે. તેની પુત્રી ન્યાસા પણ કોરોનાથી સંક્રમિત થઈ છે.


Coronavirus Cases Today in India: દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસ ગઈકાલની સરખામણીએ આજે ​​ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના એક લાખ 49 હજાર 394 નવા કેસ નોંધાયા છે અને 1072 લોકોના મોત થયા છે. ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના 13 ટકા કેસ ઓછા આવ્યા છે. જાણો દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.


એક્ટિવ કેસ ઘટીને 14 લાખ 35 હજાર 569 થયા


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 14 લાખ 35 હજાર 569 થઈ ગઈ છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 55 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે બે લાખ 46 હજાર 674 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 4 કરોડ 17 હજાર 88 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે.


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું છે કે ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 16 લાખ 11 હજાર 666 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ગઈકાલ સુધીમાં કુલ 73 કરોડ 58 લાખ 4 હજાર 280 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.


અત્યાર સુધીમાં 168 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે


રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના 168 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 55 લાખ 58 હજાર 760 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 168 કરોડ 47 લાખ 16 હજાર 68 ડોઝ આપવામાં આવ્યા છે.