મુંબઈઃ વિદ્યા બાલને એક ડિરેક્ટર પોતાની સાથે સેક્સ માણવા માટે કહેતા હતા એવો ધડાકો કરીને કાસ્ટિંગ કાઉચની પોલ ખોલી ત્યારે હવે બીજી એક હોટ અભિનેત્રીએ પણ પોતાને થયેલો આવો અનુભવ વર્ણવ્યો છે. આ અભિનેત્રી પાયલ રાજપૂત છે.

પાયલ રાજપૂતે પોતે કાસ્ટિંગ કાઉચનો ભોગ બની હોવાનો ધડાકો કર્યો છે.  તેણે કહ્યું કે, તેના પર પણ રોલના બદલામાં સેક્સ માણવાનું દબાણ કરાતું હતું. આ રીતે શારીરિક સંબંધો બાંધવાની ઓફર ઘણી આવી હતી પણ તેણે ક્યારેય આ રીતે સમાધાન નથી કર્યું.



 આરએક્સ 100 જેવી હિટ અને ચર્ચાતી ફિલ્મથી ટોલિવૂડમાં છવાઈ ગયેલી રાજપૂતે જણાવ્યું હતું કે,  એક ડિરેક્ટર  મારી પાસે આવ્યો અને ઘણી બધી ફિલ્મો ઓફર કરી.  પછી કહ્યું કે મારી સાથે સેક્સ માણવું પડશે અને શારીરિક સંબંધો બાંધવા પડશે.



પાયલે કહ્યું છે , કે આ વાત કોઈ નવી નથી. ફિલ્મમાં તેણે બોલ્ડ સીન આપ્યાં હતા ત્યારપછી કેટલાય લોકોનો ફોન આવવાનું શરૂ થયું હતું. મોટા ભાગના લોકોને એવું લાગવા લાગ્યું કે હું કંઈ પણ કરવા તૈયાર છું. તે લોકો ફિલ્મોનાં બદલે શારીરિક સંબંધ બાંધવા માગતા હતા.

ભાવનગરઃ 20 વર્ષનો યુવક 42 વર્ષની મહિલાને નિર્જન જગાએ લઈ ગયો ને શારીરિક સંબંધો માણ્યા.....

બુમરાહની હેટ્રિકમાં કોહલીએ ભજવ્યો કી રોલ, જાણો કેવી રીતે