મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડને જેએનયૂમાં થયેલ હિંસા પર મૌન તોડ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની અપીલ કરી છે. જણાવીએ કે, જેએનયૂ પરિસરમાં સાબરમતી હોસ્ટેલ પર પાંચ જાન્યુઆરીએ બુકાનીધારી ગુંડાઓએ કેટલાક વિદ્યાર્થી અને પ્રોફેસરો પર હુમલો કર્યો હતો. ત્યાર બાદથી જ ત્યાં તણાવની સ્થિતિ છે. આ મુદ્દાને લઈને દીપિકા પાદુકોણ, કંગના રનૌત અને વરૂણ ધવન સહિત અનેક સ્ટાર પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે.

રવિના ટંડનએ એક ટ્વીટ કરીને સવાલ પૂછ્યો કે, પહેલા કોણે માર્યું? A) પહેલા એણે માર્યું!, B) ના, પહેલા એણે માર્યું! અરે બાળકો દંગાથી નહીં, શિક્ષણથી દેશ આગળ વધે છે. તો તમે એકબીજાને મારવાની જગ્યાએ ભણશો ક્યારે?#taxpayer


આ પહેલા અનેક સેલેબ્રિટી JNU મામલે પોતાની રાય રાખી ચૂક્યા છે. કોઈ વિદ્યાર્થીના પક્ષમાં છે તો કોઈ વિરોધમાં. એ સિવાય દીપિકાના નુકસાનની વાત કરીએ તો, 2020ની શરૂઆતમાં જ બોલિવૂડની બે મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર આસને-સામને છે. દીપિકાની છપાક અને અજય દેવગણની તાનાજી. આ બંને ફિલ્મોને લઇને સોશિયલ મીડિયામાં પણ ખૂબ ચર્ચાઓ થઇ. આ ચર્ચાની અસર બોક્સ ઓફિસ પર પડવાની સંભાવના પણ છે.