બીએમસીના અધિકારીઓએ રેખાના બંગલાની બહાર નોટિસ લગાવી છે. આ નોટિસમાં આ બંગલાને કન્ટેનમેન્ટ ઝોન બતાવવામાં આવ્યો છે. તેમણે એક પોઝિટિવ કેસ આવ્યા બાદ આખા બંગલાને સેનિટાઈઝ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં તેના પાડોશી અને સંગીતકાર જાવેદ અખ્તરના બંગલામાં રહેવાવાળા લોકોને પણ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રેખા નથી ઈચ્છતી કે બીએમસી તેનો કોવિડ-19 ટેસ્ટ કરે.
અધિકારીએ જણાવ્યું હતું કે, રેખાએ કહ્યું છે કે તે પોતા જ કોરોનાનો ટેસ્ટ કરાવી લેશે અને રિપોર્ટ આવે ત્યારે બીએમસીને સોંપી દેશે. બીએમસીના નિયમો પ્રમાણે રેખાના બંગલાની બહાર કન્ટેનમેન્ટ ઝોનની નોટીસ લગાવી દીધી છે અને કોરોના વાયરસનો દર્દી સામે આવ્યા બાદ બંગલા અને આસપાસના વિસ્તારને સેનિટાઈઝેશન પણ કરવામાં આવી ચૂક્યો છે.
જો બોલિવૂડની વાત કરવામાં આવે તો, કોરોનાનો શિકારના કારણે 2 ફિલ્મી હસ્તીઓનું મોત નિપજ્યું છે. 1 મેના રોજ જાણીતા સંગીતકાર સાજીદ-વાજીદના વાજીદનું કોવિડ-10 અને કિડની ફેલ્યોરના કારણે મોત નિપજ્યું હતું. 70-80ના જમાનાના જાણીતા નિર્માતા અનિલ સૂરી પણ કોરોનાનો શિકાર થયા હતાં.