મુંબઈઃ પોતાના બિન્દાસ નિવેદન માટે બોલિવૂડમાં જાણીતી એક્ટ્રેસ કંગના રનૌતની ફિલ્મ પંગાના ટ્રેલર લોન્ચ દરમિયાન અનેક મોટા ખુલાસ કર્યા. ટ્રેલર લોન્ચ દરમિયાન કંગનાએ એક વખત ફરી બોલિવૂડ ઉદ્યોગ સાથે પંગો લેતા ઇન્ડસ્ટ્રીની પોલ ખોલી હતી. કરણ જૌહર, ઋતિક રોશન, આલિયા ભટ્ટ, સોનમ કપૂર, રણબીર કપૂર, તાપસી પન્નૂ જેવા સ્ટારને વળતો જવાબ આપવા અને પંગા માટે જાણીતી થયેલ એક્ટ્રેસ કંગના રનૌતે ઈશારામાં જ ફિલમ ઇન્ડસ્ટ્રીઝના ડબલ ઢોલકીની નીતિ પર સવાલ ઉભા કર્યા.

કંગનાએ તેની આગામી ફિલ્મ ‘પંગા’ના ટ્રેલર લોન્ચિંગ દરમિયાન કહ્યું હતું કે, મને સૌથી વધુ પંગો લેવાનો આનંદ ફિલ્મ જગતના લોકો સાથે જ આવે છે. તેણે સખ્તાઇથી કહ્યું અને તમે જાણો છો કે મે જેની સામે પંગો લીધો છે એ બધા ફિલ્મ જગતના ચાર્મિંગ લોકો જ છે. કંગનાએ આગળ કહ્યું કે ફિલ્મ જગતમાં લોકો એટલા સારા છે કે તે સામે નહીં પણ પાછળથી હુમલો કરે છે. લોકો આગળથી કિસ કરે છે અને પાછળથી તમારી વિરુદ્ધ કાવતરું ઘડવાનો પ્લાન કરતાં હોય છે.


કંગનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વિશે કહ્યું કે, અહીં તમારા પર હુમલો કરશે ત્યારે તમને ખબર પણ હનીં પડે, તેથી તમારે હંમેશા તૈયાર રહેવું પડશે. મીડિયાના સવાલોના જવાબ આપતા કંગનાએ કહ્યું કે મને કોઈ પંગાને લઈ પસ્તાવો નથી થયો. પંગો લેવાના કારણે મારા જીવનમાં ઘણી વૃદ્ધિ થઈ છે.

કંગનાએ આગળ વાત કરી કે, મેં પંગો લેવાની શરૂઆત મારા પિતા સાથેથી કરી હતી. તેમની સાથે પંગો લઈને હું 15 વર્ષની ઉંમરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારી કારકિર્દી બનાવવા આવી ગઈ હતી. હવે તમે વિચારો કે જો તે સમયે હું મારા પિતા સાથે પંગો ન લેતી તો આજે હું આ સ્થળે કેવી રીતે પહોંચી શકી હોત. તેથી જ હું કહું છું કે મારા બધા જ પંગા મારા માટે ખૂબ સારા રહ્યા છે. એમાંથી કંઇક શીખ્યું છે અને જીવનમાં વૃદ્ધિ કરી છે.