બોલિવૂડની આ એક્ટ્રેસે ઉતાર્યું વજન, ફેટમાંથી ફરી જોવા મળી Hot
મહિમા 90ના દશકની શરૂઆતમાં ટીવી પર જાહેરાતમં કામ કરતી હતી. જેમાં આમિર ખાન અને ઐશ્વર્યા રાય સાથે કરેલી પેપ્સીની જાહેરાત ખૂબ ફેમસ થઇ હતી. આ ઉપરાંત તેણે ટીવી ચેનલમાં વીજે તરીકે પણ કામ કર્યું છે. અહીં જ સુભાષ ઘઇની નજર તેની પર પડી હતી અને બોલિવૂડમાં બ્રેક મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે હાલમાં જ મુંબઈમાં એક ઇવેન્ટમાં જોવા મળી હતી જ્યાં હાજર સૌ કોઇને તેણે તેના લુકથી ચોંકાવી દીધા હતા. નવા અવતારમાં જ દેખાયેલી મહિમાએ ન માત્ર વજન ઉતાર્યું છે, સાથે તે બ્યૂટિફુલ પણ લાગી રહી છે.
13 સપ્ટેમ્બર, 1973ના રોજ દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળમાં જન્મેલી મહિમાએ 1997માં રીલિઝ થયેલી ડિરેક્ટર સુભાષ ઘઇની ફિલ્મ 'પરદેસ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ માટે તેને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. નોંધનીય છે કે મહિમાનું અસલી નામ ઋતુ ચૌધરી છે. મહિમા નામ તેને સુભાષ ઘઇએ જ આપ્યું હતું.
43 વર્ષની મહિમાએ 2006માં આર્કિટેક્ટ બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતાં. બોબી સાથે લગ્ન કર્યા પછી થોડા દિવસ પછી જ તેણે પ્રેગ્નન્ટ હોવાની જાહેરાત કરી હતી. આ પછી મીડિયામાં એવી ચર્ચા હતી કે મહિમા લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ હતી. આ કારણે તેણે ઝડપથી લગ્ન કર્યા હતાં. જોકે, મહિમાએ ક્યારેય આ વાતનો સ્વિકાર કર્યો નહોતો. નોંધનીય છે કે મહિમા અને બોબીને એક દીકરી છે. જેનું નામ આર્યના છે. જોકે હવે બન્ને અલગ થયા છે.
નવી દિલ્હીઃ પ્રથમ ફિલ્મમાં જ કિંગ ખાનની સાથે કામ કરનારી એક્ટ્રેસ મહિમા ચૌધરી ઘણાં લાંબા સમયથી મોટા પડતાથી ગાયબ છે. તેણે વર્ષ 1997માં શાહરૂખ ખાનની સાથે ફિલ્મ પરદેશથી ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ મહિમા ચૌધરીએ અનેક ફિલ્મોમાં કામ કર્યું પરંતુ વધારે દિવસ સુધી ઇન્ડસ્ટ્રીમાં ટકી ન શકી. જોકે થોડા સમય પહેલા તેના કેટલાક ફોટોગ્રાફ્સ આવ્યા હતા, જેમાં મહિમા ઓળખી પણ ન શકાય તેવી જાડી અને અલગ જ લાગતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -