મુંબઈઃ કોરોના વાયરસનો કહેર દેશમાં દિન પ્રતિદિન વધી રહ્યો છે અને સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક બોલીવુડ સેલેબ્સ તેની ઝપેટમાં આવી ચુક્યા છે. હવે બોલિવૂડ એક્ટર વરુણ ધવને ખુલાસો કર્યો છે કે તેના એક નજીકના સંબંધીને પણ કોરોનાનું સંક્રમણ થયું છે.

ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે લાઇવ ચેટ કરતાં વરૂણ ધવને આ વાતનો ખુલો કર્યો હતો.  તેણે એક પ્રશંસકનો જવાબ આપતાં આ વાતની જાણકારી આપી હતી. વરૂણ ધવને કહ્યું, અમેરિકામાં રહેતા મારા નજીકના સંબંધીનો કોરોના પોઝિટિવ આવ્યો છે.

વરૂણ ધવને કહ્યું, “હવે તે ઘરની એકદમ નજીક છે. જ્યાં સુધી તે તમારા નજીકના લોકો સુધી ન હોય ત્યાં સુધી ગંભીરતાથી નથી લેતા અને તેની ગંભીરતાને પણ સમજતા નથી.” જેની સાથે તેણે ફેન્સને ઘરમાં રહેવાની અપીલ પણ કરી હતી.

કોરોના વાયરસના ગંભીર સમય દરમિયાન વરૂણ ધવને લોકોને ફ્રીમાં ભોજન ઉપલબ્ધ કરાવવાની વાત પણ કરી છે. ધવને કહ્યું, લોકડાઉનના આ સમય દરમિયાન ઘરમાં રહીને દરેક દિવસ સમય પસાર થવાની સાથે મારા મનમાં જે લોકો સંકટના સમયમાં ઘરથી દૂર છે અને જેમની પાસે કોઈ જાબ નથી તેમના પ્રત્યે સહાનુભૂતિ છે. આવા લોકો માટે હું ફ્રી ભોજન ઉપલબ્ધ કરાવવાનો નિશ્ચય કરું છું.