કમલનાથનો દીવાનો છે આ બોલીવુડ સ્ટાર, કહ્યું હતું- હું છીંદવાડાનો મતદાર હોત તો વોટ તેમને જ આપત
સલમાને આગળ જણાવ્યું કે, જો હું બીજે ક્યાંય રહેતો હોત તો હું ન જોત કે કઈ પાર્ટીના છે. જે વ્યક્તિ સંસદીય મત વિસ્તારમાં સારું કામ કરતા હોય તે મારા મતે સારા છે. જો હું છીંદવાડાની વાત કરું તો કમલનાથને વોટ આપીશ. જો હું ગોંદિયામાં હોઉ તો પ્રફુલ્લ પટેલને વોટ આપીશ. તેઓ મારા મિત્ર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં જ સંપન્ન થયેલી મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. 114 સીટ સાથે ધારાસભ્યોએ કમલનાથને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે. તેઓ સોમવારે મુખ્યમંત્રી પદના શપથ લેશે.
એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે, હું મુંબઈના બાંદ્રાથી આવું છું. મારો સંસદીય મત વિસ્તાર બાંદ્રા છે. એમપી પ્રિયા દત્ત અને એમએલએ બાબા સિદ્દીકી છે. હું તેમને વોટ આપું છું. તેઓ સારા કામ કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના છીંદવાડાથી 9 વખતના સાંસદ કમલનાથ 17 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. કમલનાથના ચાહકો માત્ર રાજકારણમાં જ નહીં બોલીવુડમાં પણ છે. મધ્યપ્રદેશન વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પહેલા જ બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાને તેમની પ્રશંસા કરી હતી. સલમાને કહ્યું હતું કે, જો હું છીંદવાડાથી મતદાર હોત તો મારો વોટ કમલનાથને જ આપત.
- - - - - - - - - Advertisement - - - - - - - - -