PM મોદીને લઈને બોલિવૂડના કયા જાણીતા ફિલ્મ નિર્માતાએ શું કર્યો ધડાકો, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે, મધુર ભંડારકર ભાજપ અને નરેન્દ્ર મોદીના સારા સંબંધોને લઈને જાણીતા છે. 2015માં જ્યારે દેશભરમાં અસહિષ્ણુતાને લઈને એવોર્ડ વાપસી અભિયાન ચાલ્યું હતું, ત્યારે મધુર ભંડારકર, અનુપમ ખેર, માલિની અવસ્થી સહિતની હસ્તીઓએ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ યોજી હતી અને વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. તમામે દેશમાં અસહિષ્ણુતાની વાતને ફગાવતા કહ્યું હતું કે, કેટલાક લોકો દેશને બદનામ કરવા માંગે છે.
છત્તિસગઢના ભિલાઈમાં અભિનય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા મધુર ભંડારકરે રાજ્ય સરકારને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ માટે એક કમિટી બનાવવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, છત્તિસગઢ ખુબ જ સુંદર છે, અહીં ફિલ્મોના શૂટિંગ થઈ શકે છે. છત્તિસગઢમાં મરાઠી, તેલૂગુ, તમિળની માફક શાનદાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ ઉભી થઈ શકે છે.
મધુર ભંડારકરે ટીકાકારો પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, જો ભવિષ્યમાં મોટા બજેટની ફિલ્મ બનાવવાની જરૂર પડી તો ભાજપ પાસેથી જરૂર મદદ માંગીશ. તેમણે કહ્યું હતું કે, ઈમરજન્સી પર અનેક ફિલ્મો બની છે અને અનેક પુસ્તકો પણ લખાયા છે પરંતુ માત્ર ‘ઈન્દૂ સરકાર’ ફિલ્મને લઈને જ વિરોધ કરવામાં આવ્યો હતો તે બાબત મારી સમજણની બહાર છે.
ભંડારાકરે એવો દાવો કર્યો હતો કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના મોટાભાગના દિગ્ગજો ઉંડાણપૂર્વકની રાજનીતિ કરી રહ્યા છે. તેમણે ઈમરજન્સી પર આધારીત ફિલ્મ ઈન્દૂ સરકારને લઈને પણ સ્પષ્ટીકરણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ ફિલ્મ માત્ર છ કરોડ રૂપિયામાં બની હતી. તેવામાં ભાજપ તરફથી આ ફિલ્મને સ્પોન્સરશિપ મળવાની વાત બકવાસ હતો. આટલી નાની બજેટની ફિલ્મ માટે ભાજપનો આર્થિક સહયોગ લેવાનો આરોપ હાસ્યાસ્પદ હતો.
બોલિવૂડને અનેક જાણીતિ ફિલ્મો આપનારા નિર્માતા-નિર્દેશક મધુર ભંડારકરે ધડાકો કરતા કહ્યું હતું કે, 2014માં બોલિવૂડમાં નરેન્દ્ર મોદીને લઈને વિરોધ પણ કરવામાં આવ્યો હતો. કેટલીક બોલિવૂડ હસ્તીઓએ એક જુથ બનાવીને મોદીનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. જેના દબાણમાં બીજું પણ એક જુથ બન્યું હતું જેમાં હું અને અનુપમ ખેર જેવા લોકો જોડાયા હતા.
મધુર ભંડારકરે જણાવ્યું હતું કે, જ્યારે 2014ની લોકસભાની ચૂંટણી યોજાઈ હતી તે સમયે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં બે જુથ પડી ગયા હતા. બોલિવૂડની લગભગ 40થી 50 હસ્તીઓ નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ એક જુથ થઈ ગઈ હતી. એ તમામના પ્રયાસ હતા કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન ના બની શકે. છત્તિસગઢના ભિલાઈમાં એક કાર્યક્રમમાં બોલતા મધુર ભંડારકર આ વાત જણાવી હતી.
મુંબઈ: બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા-નિર્દેશક મધુર ભંડારકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને એક ધડાકો કર્યો હતો. મધુર ભંડારકરે ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે, બોલિવૂડનું એક જુથ નરેન્દ્ર મોદીને PMના રૂપમાં પચાવી શકતું નથી. તેમાં અનેક અભિનેતા, ફિલ્મ નિર્માતા અને નિર્દેશકો પણ શામેલ છે. તેઓ નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના રૂપમાં જોવા નહોતા માંગતા.