મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની હત્યાનુ કાવતરુ ઘડનારા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. સલમાનને પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં સંચાલિત કુખ્યાત લોરેન્સ બિશ્નોઇ ગેન્ગના શખ્સને ઝડપી પાડ્યો છે. આ શખ્સ પોલીસની રડારમાં હતો. આ મામલે ફરિદાબાદ પોલીસે શખ્સને એક શાર્પ શૂટર કર્યો છે, જેને અભિનેતાની એક્ટિવિટીની જાણકારી રેકી કરીને મેળવી હતી.


સલમાનની ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ આ રેકી કરાવી હતી. ભિવાનીનો રહેવાસી રાહુલ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ગુન્ડો છે. પોલીસે જણાવ્યું કે રાહુલ જુદી-જુદી હત્યાઓની ચાર ઘટનાઓને અંજામ આપી ચુક્યો છે. તેણે ઓગસ્ટ 2019માં ઝજ્જરમાં એક વ્યક્તિની હત્યા કરી હતી. લોરેન્સ બિશ્નોઈના કહેવા પર ડિસેમ્બર 2019માં પંજાબના મનોટમાં હત્યાની એક ઘટનાને રાહુલે અંજામ આપી હતી. આ જ પ્રકારે તેણે 20 જૂન 2020ના રોજ ભિવાનીમાં પણ હત્યા કરી હતી.

પોલીસે જણાવ્યું છે કે રાહુલે 24 જૂન 2020ના રોજ ફરીદાબાદના એસજીએમ નગરમાં હત્યા કરી હતી. રાહુલ એનસીઆરના ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ માટે કામ કરે છે. ક્રાઇમ બ્રાન્ચે ઉત્તરાખંડથી તેમની ધરપકડ કરી છે. પોલીસે પૂછપરછમાં આરોપીની કેટલીક હકીકત પરથી પડદો હટાવ્યો છે. પોલીસે રાહુલ પાસેથી પિસ્તોલ પણ કબ્જે કરી છે. હવે પોલીસ રાહુલને કોર્ટ સામે રજૂ કરી રિમાન્ડ પર લેશે.

લોરન્સ બિશ્નોઈ સલમાન ખાન સાથે દુશ્મનાવટ રાખતો હતો. 2018માં જોધપુરમાં હરણ શિકાર કેસમાં સલમાન ખાનના છૂટવાથી લોરેન્સ દુખી હતો. લોરેન્સે સલમાન ખાનને મારવાની ધમકી પણ આપી હતી.

રેકી કરવાનો આ સમગ્ર મામલો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે સલમાન ખાન પોતાની આવનારી ફિલ્મ ‘રાધે’ અને બિગ બોસને લઇને ફરીથી ચર્ચામાં છે. અત્યારે બિગ બોસની 14મી સીઝનને લઇને ખૂબજ ચર્ચા થઈ રહી છે. કોરોના સંકટ વચ્ચે આ શોમાં સામેલ થનાર બધા કન્ટેસ્ટન્ટનો કોરોના રિપોર્ટ અને અન્ય સાવચેતીઓને લઇને ચર્ચા થઈ રહી છે. ઉપરાંત આ વખતે શોનું સ્ટ્રક્ચર કેવું હશે તેના પર પણ વિચાર વિમર્શ થઈ રહ્યું છે.