A Suitable Boyનું ટ્રેલર લોન્ચ, તબુ સાથે ઈશાન ખટ્ટર રોમાન્સ કરતો જોવા મળ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Oct 2020 10:48 PM (IST)
આ વેબ સીરીઝમાં એક્ટ્રેસ તબુ અને શાહિદ કપૂરનો નાનો ભાઈ ઈશાન ખટ્ટર મુખ્ય ભુમિકામાં નજર આવશે. ટ્રેલરમાં તબુ અને ઈશાન રોમાન્સ કરતા નજર આવી રહ્યાં છે.
હાલમાં એક પછી એક એક અનેક શાનદાર ફિલ્મો અને વેબ સીરિઝ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. જ્યાં એક બાજુ એમેઝન પ્રાઈમ મિર્ઝાપૂર-2 લઈને આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ નેટફ્લિક્સ પર ‘અ સ્યૂટેબલ બૉય’(A Suitable Boy) સીરીઝ લોન્ચ કરી દીધું છું. આ સીરીઝમાં એક્ટ્રેસ તબુ અને શાહિદ કપૂરનો નાનો ભાઈ ઈશાન ખટ્ટર મુખ્ય ભુમિકામાં નજર આવશે. ટ્રેલરમાં તબુ અને ઈશાન રોમાન્સ કરતા નજર આવી રહ્યાં છે. આ સીરીઝના રાઈટર વિક્રમ સેઠની બેસ્ટ સેલિંગ નોવેલ પર આધારિત છે. આ નોવેલનું નામ પણ આ જ છે. મીર્ઝાપુરની-2 ની જેમ આ સીરીઝ પણ 23 ઓક્ટોબરે રિલીઝ થશે. A Suitable Boy માં 4 એવા પરિવારની કહાણી છે જે સમાજના નિયમોને બદલવા માંગે છે. 19 વર્ષી લતા પોતાનો જીવસાથી ખૂદ પસંદ કરવા માંગે છે. પરંતુ તેની માતા તેના માટે એક સૂટેબલ બોય શોધે છે. તે સિવાય માન કપૂર જેનું પાત્ર ઈશાન ખટ્ટરે ભજવ્યું છે. તે એક પ્રોસ્ટિટ્યૂટ સઈદા બા ઉર્ફ તબુને પ્રેમ કરવા લાગે છે. માન અને સઈદાના સંબંધ માન કપૂરના પિતાને મંજૂર નથી હોતા. રામ કપૂર, તબૂ, ઈશાન ખટ્ટર સિવાય આ સીરીઝમાં વિનય પાઠક, વિજ્ય વર્મા, રણવીર શૌરી, રણદીપ હુજ્જા અને મનોજ પહલા જેવા શાનદાર કલાકાો પણ મહત્વની ભૂમિકામાં છે.