અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા બચ્ચનનું નામ લોકપ્રિય સ્ટાર કિડ્સની લિસ્ટમાં ટોપ પર રહે છે. ઘણી વાર આરાધ્યાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. હવે આરાધ્યાનો નવો વીડિયો વાયરલ થયો છે જેમાં તે હિન્દી કવિતાની કેટલીક પંક્તિ બોલી રહી છે. 


વીડિયોમાં આરાધ્યા સ્પષ્ટ અને શુદ્ધ હિન્દી શબ્દો બોલીને સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. આ વીડિયોને આરાધ્યાના ઈંસ્ટાગ્રામ ફેન પેજ પર શેર કરવામાં આવ્યો હતો. આરાધ્યાએ પોતાની સ્કૂલના એક પ્રોગ્રામમાં કવિતાની કેટલીક પંક્તિઓ સંભળાવી હતી. આરાધ્યાએ એ પણ જણાવ્યું કે, કોઈ પણ ભાષાને સરળતાથી શિખવી હોય તો કવિતા દ્વારા શિખી શકાય છે. આરાધ્યા હાલ ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં ભણી રહી છે. 


પુત્રી આરાધ્યાની આ કળા જોઈને પપ્પા અભિષેક બચ્ચને પણ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. અભિષેકે આ વીડિયોની કમેન્ટમાં હાથ જોડેલા હોય તેવું ઈમોજી શેર કર્યુ હતુ. જેને આરાધ્યાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યો છે. 






આરાધ્યાનો આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે કમેન્ટ પણ કરી હતી. એક યુઝરે લખ્યું હતું કે, પરંપરા કાયમ છે. જ્યારે એક યુઝરે લખ્યું કે, આરાધ્યાનો અવાજ પણ દાદા અમિતાભ બચ્ચન જેવો જ પાવરફુલ છે. એક યુઝરે એમ પણ લખ્યું કે, આરાધ્યાને પરિવારના સંસ્કાર સારી રીતે મળ્યા છે.