એનસીબીએ અગિસિયાલોસને લોનાવાલાના એક રિસોર્ટમાંથી ઝડપી પાડ્યો હતો, તે ત્યાં પોતાની મંગેતરની સાથે રહેતો હતો, એક અધિકારીએ જણાવ્યુ કે, અગિસિયાલોસની પાસેથી 0.8 ગ્રામની કાળા રગની સ્ટિક મળી હતી. જેના મારફતે તે ચરસ વાપરતો હતો, ખાર સ્થિત તેના ઘરેમાં સર્ચ દરમિયાન એલ્પ્રાલોજમ ટેબલેટ્સ પણ મળી આવી હતી.
અગિસિયાલોસ ડેમેટ્રિએડ્સના કૉલ રેકોર્ડથી જાણવા મળ્યુ છે કે તે સુશાંત સિંહ રાજપૂત કેસમાં ધરપકડ થયેલા લોકોના સંપર્કમાં હતો, એનસીબીના અધિકારીએ એક ન્યૂઝ પોર્ટલને જણાવ્યુ હતુ કે- અગિસિયાલોસ કેટલાય પ્રકારના ડ્રગ્સ વેચતો હતો, તેના મોબાઇલ અને અન્ય ડિવાઇસીસથી જાણવા મળ્યુ છે કે તે દિપેશ સાવંત અને સેમ્યુઅલ મિરાંડાના સંપર્કમાં હતો, જેની રિયા અને શૌવિક સાથે લિંક હતી.