મુંબઇઃ બૉલીવુડ અભિનેતા-ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તરે નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) વિરુધ્ધ ટ્વીટર પર લોકોને મુંબઇ સ્થિત ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં પ્રદર્શન કરવા માટે આમંત્રિત કર્યા છે.


હવે આ મામલે એક્ટર ફરહાન અખ્તર પોતે મુશ્કેલીમાં મુકાઇ શકે છે. કહેવાઇ રહ્યું છે કે વરિષ્ઠ આઇપીએલ અધિકારી સંદીપ મિત્તલે એક્ટર પર કાયદો તોડવાનો આરોપ લગાવ્યો છે.



ભારતીય દંડ સંહિતાની કલમ 121ની માહિતી આપતા એક વીડિયો પૉસ્ટ કરીને મિત્તલે કહ્યું કે- "તમારે પણ એ જાણવાની જરૂર છે કે આ અજાણતા નથી કર્યુ, મુંબઇ પોલીસ અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) શું તમે સાંભળી રહ્યાં છો. કૃપા કરીને દેશ વિશે વિચારો, જેને તમને જીવનમાં બધુ જ આપ્યુ છે. કાયદાનો સમજો."


આ પહેલા ફરહાન અખ્તરે સીએએ વિરુદ્ધ પ્રદર્શના સંબંધમાં ટ્વીટ કર્યુ હતુ, "અહીં તમારે એ જાણવાની જરૂર છે કે આ વિરોધ પ્રદર્શન કેમ મહત્વનો છે. 19 ડિસેમ્બરે મુંબઇ સ્થિત ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં મળીએ. માત્ર સોશ્યલ મીડિયા પર વિરોધ પ્રદર્શન કરવાનો સમય પુરો થઇ ગયો છે."