Randeep Hooda Wedding Date: બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા લાંબા સમયથી પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. તેના વિશે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે તે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે સાત ફેરા લેવા જઈ રહ્યો છે. આ મામલે અત્યાર સુધી મૌન સેવી રહેલા રણદીપ હુડ્ડાએ આખરે હવે આ અંગે મૌન તોડ્યું છે. તેણે લીન લેશરામ સાથે તેના લગ્નની તારીખ અંગે જાહેરાત કરી છે. 


રણદીપ હુડ્ડાએ આજે, 24 નવેમ્બરના રોજ લિન લશરામ સાથે તેમના લગ્નની જાહેરાત કરવા માટે તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.  તેણે સંયુક્ત નિવેદન શેર કર્યું અને લગ્નની તારીખ પણ જાહેર કરી છે. બંને 29 નવેમ્બરે સાત ફેરા લેશે. 




અભિનેતાએ લખ્યું, 'મહાભારતમાં અર્જુને મણિપુરી યોદ્ધા રાજકુમારી ચિત્રાંગદા સાથે લગ્ન કર્યા હતા. પરિવાર અને મિત્રોના આશીર્વાદ સાથે અમે લગ્ન  કરવાના છીએ. અમને તમારી સાથે શેર કરતાં ખૂબ જ આનંદ થાય છે કે અમારા લગ્ન 29 નવેમ્બર 2023ના રોજ ઇમ્ફાલ, મણિપુરમાં થવાના છે, ત્યારબાદ અમે મુંબઈમાં રિસેપ્શન પણ યોજીશું. અમને તમારા આશીર્વાદની જરૂર છે.


ઈ-ટાઇમ્સના અહેવાલ મુજબ, રણદીપ હુડ્ડા અને લીન લેશરામના લગ્નની વિધિ 29 નવેમ્બરની બપોરથી શરૂ થશે અને રાત સુધી ચાલશે. આ યુગલ મણિપુરની પરંપરા મુજબ મણિપુરી પોશાક પહેરીને લગ્ન કરશે. લગ્નની સાંજને મણિપુરના લોકગીતોથી શણગારવામાં આવશે, જ્યાં ભોજન પણ એ જ પરંપરાનું હશે. લગ્નની તમામ વિધિ મણિપુરમાં થશે. બાદમાં કપલ મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કરશે.


મુંબઈમાં રિસેપ્શન યોજાશે


કેટલાક નજીકના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં મણિપુરમાં લગ્ન પછી, અભિનેતા રણદીપ હુડ્ડા મુંબઈમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરશે. આ રિસેપ્શનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા જાણીતા ચહેરાઓ હાજરી આપવાના છે.


રણદીપની ગર્લફ્રેન્ડ તેનાથી 10 વર્ષ નાની છે, શાહરૂખની ફિલ્મમાં તેણે કર્યું એક્ટિંગ ડેબ્યૂ


રણદીપ હુડાની ગર્લફ્રેન્ડ લીન લેશરામ અભિનેત્રી અને મોડલ છે. તેણે 2007માં રિલીઝ થયેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમથી તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી લીન મેરી કોમ અને રંગૂન જેવી ફિલ્મોનો પણ ભાગ રહી ચુકી છે. હાલમાં જ રિલીઝ થયેલી નેટફ્લિક્સ ફિલ્મ જાને જાનમાં પણ લીન કરીના કપૂર સાથે જોવા મળી છે.