મુંબઇઃ બૉલીવુડમાં પોતાની દમદાર એક્ટિંગથી ઓળખ મેળવનારા એક્ટર રણવીર સિંહને હિન્દી સિનેમાંમાં 10 વર્ષ પુરા થઇ ગયા છે. 10મી ડિસેમ્બર 2010માં આવેલી ફિલ્મ બેન્ડ બાજા બારાતથી બૉલીવુડમાં પગ મુકનારા એક્ટરે સફળતાની સાથે દમદાર કેરિયરના દસ વર્ષ પુરા કર્યા છે. આ પ્રસંગે એક્ટર એક ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશન રાખ્યુ હતુ, જ્યાં તેને ફેન્સ સાથે વાતચીત કરી હતી.

10 ડિસેમ્બરે એક્ટર રણવીર સિંહે પોતાના ફેન્સ સાથે એક ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશન રાખ્યુ હતુ. આ દરમિયાન એક એવી ઘટના ઘટી જે ચર્ચાનો વિષય બની ગઇ હતી.

ખરેખરમાં બન્યુ એવુ કે આ લાઇવ સેશન દરમિયાન એક ફેને રણવીર સિંહને એક મોટી ગિફ્ટ આપતા એક વીડિયો મોકલ્યો હતો. આ વીડિયો એક્ટરની દમદાર એક્ટિંગના કલેક્શનનો હતો, આ જોઇને રણવીર સિંહ સિંહ રડી પડ્યો હતો. રણવીરે આ વીડિયો જોઇને કહ્યું કે, આ મારા માટે સ્પેશ્યલ ગિફ્ટ છે.



વીડિયોમાંનુ કલેક્શન જોઇને રણવીર સિંહ ખુદ રડી પડ્યો અને લાઇવ સેશન દરમિયાન તે પોતાની હેટ દ્વારા આસુઓને સંતાડી રહ્યો હતો, ઇમૉશનલ થઇને રણવીર સિંહે ફેનનો આભાર માન્યો હતો. આ વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.



રણવીર સિંહે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, તેને શરૂઆતી દિવસોમાં કાસ્ટિંગ કાઉચનો પણ શિકાર થવુ પડ્યુ હતુ. વળી કેટલાક ડાયેરેક્ટરોએ તો તેનુ રિઝ્યૂમ જ ન હતુ જોયુ. ઉલ્લેખનીય છે કે રણવીર સિંહ આજે બૉલીવુડનો ટૉપનો હીરો છે, અને ટૉપની એક્ટ્રેસ દીપિકા પાદુકોણનો પતિ પણ છે.



2010માં આવેલી ફિલ્મ બેન્ડ બાજા બારાત રણવીર સિંહ માટે હિટ સાબિત થઇ અને આ ફિલ્મને લઇને તેને બેસ્ટ મેલ ડેબ્યૂનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.