મુંબઇઃ કોરોના વાયરસના કારણે દેશ સહિત દુનિયાભરમાં લોકો અલગ અલગ જગ્યાએ ફસાઇ ગયા છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ આ લિસ્ટમાં વધુ છે. બૉલીવુડ એક્ટર સોનુ સૂદ હવે આવા વિદ્યાર્થીઓની મદદ કરવા માટે આગળ આવ્યો છે. સોનુ સૂદે તાજેતરમાં જ સ્પાઇસજેટ સાથે મળીને કિર્ગિસ્તાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને એરલિફ્ટ કર્યા છે.


સોનુ સૂદ લગભગ 1500 વિદ્યાર્થીઓને દેશમાં પરત લાવી રહ્યો છે. આગામી બે મહિનામાં લગભગ કુલ 9 ફ્લાઇટ વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ઉડાન ભરશે. સોનુ સૂદ ખુદ ફ્લાઇટ મોકલીને આ કામ શરૂ કર્યુ છે. અભિનેતાએ ગઇ રાત્રે એક ટ્વીટ કરતા જણાવ્યુ કે તે ખુબ આનંદ અનુભવી રહ્યો છે કેમકે કિર્ગિસ્તાનથી વારાણસી માટે પહેલી ફ્લાઇટે ઉડાન ભરી છે.



સોનુ સૂદે લખ્યું- કિર્ગિસ્તાનથી વારાણસી માટે આજે પહેલી ફ્લાઇટે ઉડાન ભરી, ત્યારબાદથી હુ આનંદ અનુભવી રહ્યો છું, સ્પાઇસ જેટને આ મિશન સફળ બનાવવામાં મદદ કરવા માટે આભાર. બીજી ફ્લાઇટ 24 જુલાઇએ ઉડાન ભરશે. વિદ્યાર્થીઓને અપીલ છે કે તે જલ્દી પોતાની ડિટેલ મોકલે.



વળી, સોનુ સૂદના આ ટ્વીટના જવાબમાં સ્પાઇસ જેટે ટ્વીટ કરીને કહ્યું- તમે એકદમ શાનદાર રીતે આ મિશનને પુરી કરવાની જવાબદારી ઉઠાવી છે. અમે તમારી સાથે જોડાઇને ખુબ આનંદ અનુભવીએ છીએ. અમે આમાં તમારા સમર્થન કરવાની પુરેપુરી કોશિશ કરીશું.



આ ઉપરાંત સોનુ સૂદે મજૂરોને રોજગાર અપાવવામા માટે એક નવું પગલુ ભર્યું છે. સોનૂ સૂદે 'પ્રવાસી રોજગાર' નામથી એક પોર્ટલની શરૂઆત કરી છે, તેના માધ્યમથી મજૂરોને યોગ્ય રોજગાર અપાવવાની સાથે સાથે જરૂરી જાણકારી તેમને રોજગાર અપાવવામાં મદદ કરશે. કેટલાક વિશેષ રોજગાર મામલે મજૂરોને તાલિમ પણ આપવામાં આવશે.