મુંબઇઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અંતિમ સંસ્કાર વિધિ આજે મુંબઇમાં જ કરાશે. સુશાંત સિંહ રાજપૂતના કઝિને કહ્યું હતુ કે આ જ વર્ષે નવેમ્બરમાં અભિનેતા લગ્ન કરવાનો હતો, તેને કહ્યું આ મુદ્દે તેની અભિનેતાના પિતા સાથે પણ વાત થઇ હતી. એબીપી ન્યૂઝની હિન્દી વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે, એક્ટરના પૉસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે અભિનેતા છેલ્લા કેટલાય સમયથી ડિપ્રેશનમાં હતો, અને વધુ પડતા તણાવના કારણે જિંદગી હારી ગયો.
માહિતી પ્રમાણે, ક્રાઇમ બ્રાંચની ટીમ સુશાંતના એ ડૉક્ટર સાથે પણ વાત કરશે, જેની પાસે અભિનેતાનો ઇલાજ ચાલી રહ્યો હતો. સુશાંતના ઘરમાં બે કુક અને બે મિત્રો તેની સાથે રહેતા હતા. તેના મિત્રએ જણાવ્યુ કે સુશાંત ડિપ્રેશનના કારણે દવાઓ ખાઇ રહ્યો હતો. તેને લૉકડાઉનમાં એક જર્નલ પણ લખી રહ્યો હતો. સુશાંત સવારે 10 વાગે રૂમમાંથી બહાર નીકળ્યો હતો અને પછી જ્યૂસનો ગ્લાસ લઇને અંદર ગયો હતો.
તેના મિત્રએ જણાવ્યુ કે તે સવાર એકદમ કમ્પલેટ હતો, પછી રૂમમાં ગયો તો પછી બહાર જ નથી નીકળ્યો, જ્યારે સુશાંતનો દરવાજો ના ખુલ્યો તો તેના મિત્રોએ તેને તોડવાની કોશિશ કરી, સુશાંતના મેનેજરે ચાવી વાળાને બોલાવ્યો બાદમાં દરવાજો ખોલી શકાયો હતો. અંદર સુશાંતની લાશ ફાંસીના ફંદા સાથે લટકી રહી હતી.
મુંબઇ પોલીસે એક્ટરના મોતની તપાસ દરમિયાન કહ્યું કે, હાલ કોઇ સુસાઇડ નૉન નથી મળી, તપાસ ચાલુ છે.
સુશાંત સિંહના મોત બાદ પરિવાર અને તેમની ટીમે એક નિવેદન આપીને કહ્યું કે, એ કહેતા દુખ થઇ રહ્યુ છે કે સુશાંત સિંહ રાજપૂત આપણી વચ્ચે નથી રહ્યાં, અમે તેમના ફેન્સને પ્રાર્થના કરીએ છીએ કે તેને તમારા વિચારોમાં રાખો, અને તેના જીવન અને કામને સેલિબ્રેટ કરો. અમે મીડિયાને પણ પ્રાર્થના કરીએ છીએ કે આ દુઃખી ઘડીમાં પ્રાઇવસીને જાળવી રાખવા માટે અમારી મદદ કરે.