એક્શન સીન કરવામાં ને કરવામાં આ એક્ટરે લગાવી દીધી 10 ફૂટ ઉંચી છલાંગ, બધા ચોંક્યા, વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Dec 2020 10:55 AM (IST)
ટાઇગર શ્રોફ હંમેશા પોતાના એક્શન સીને અને વર્કઆઉટ સ્ટન્ટ કરતા વીડિયો શેર કરે છે, એક્ટરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ પર પોતાનો વીડિયો શેર કર્યો છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટર હંમેશા પોતાના વીડિયો અને તસવીરો શેર કરીને ફેન્સની વચ્ચે એક્ટિવ રહે છે. આ લિસ્ટમાં ટાઇગર શ્રોફ પણ કમ નથી. તાજેતરમાં જ ટાઇગર શ્રોફે એક વીડિયો શેર કર્યો છે, જે ખુબ વાયરલ થઇ રહ્યો છે, ખરેખરમાં વીડિયોમાં ટાઇગર શ્રોફ એક ઉંચી છલાંગ લગાવતો દેખાઇ રહ્યો છે. ટાઇગર શ્રોફ હંમેશા પોતાના એક્શન સીને અને વર્કઆઉટ સ્ટન્ટ કરતા વીડિયો શેર કરે છે, એક્ટરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ પર પોતાનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે 10 ફૂટ ઉંચી ઓવરહેડ કિક મારતો દેખાઇ રહ્યો છે. આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
વીડિયોમાં ટાઇગર શ્રોફ બેક ફ્લિપ એકદમ પરફેક્શનથી મારી રહ્યો છે, આ વીડિયોને જોઇને દિશા પટ્ટણી સહિત તમામ સેલેબ્સ ચોંકી ગયા છે, અને દરેક પોતાના રિએક્શન્સ આપવા લાગ્યા છે. ટાઇગરને બેક ફ્લિપને અત્યાર સુધી 1,456,342 વ્યૂઝ મળી ચૂક્યા છે.
ટાઇગરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે પોતાની એક્શન-થ્રિલર ફિલ્મ ગણપતમાં દેખાશે. આ ફિલ્મમાં ટાઇગર પોતાના પિતા જેકી શ્રોફ સાથે દેખાશે. આ ફિલ્મમાં નુપુર સૈનન અને નોરા ફતેહીનો રોમાન્સ છે.