આ એક્ટ્રેસ લૉકડાઉનમાં 8 કિલો વજન ઘટાડીને થઈ ગઈ 54 કિલોની, જાણો ઈન્સ્ટા પર શું લખ્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Aug 2020 10:44 AM (IST)
લૉકડાઉનમાં અમેયા મેથ્યૂએ પોતાની જાતને મેકઓવર કરી દીધી છે. અમેયા મેથ્યૂ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મલયાલમ અભિનેત્રી છે. અમેયાનુ કહેવુ છે કે તે વજન ઘટાડવાને લઇને કેટલીક ઓપોર્ચ્યૂનિટીને મિસ કરી ચૂકી છે
નવી દિલ્હીઃ લૉકડાઉનમાં ફિલ્મ સેલિબ્રિટીઓ નવી નવી પ્રવૃતિઓ સાથે જોડાયા હતા. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક્ટ્રેસે અમેયા મેથ્યૂએ આ સમય દરમિયાન એક ખાસ પ્રવૃતિ કરી અને ચર્ચામાં આવી ગઇ છે. અમેયા મેથ્યૂએ લૉકડાઉન દરમિયાન 8 કિલો વજન ઘટાડી દીધુ છે. લૉકડાઉનમાં અમેયા મેથ્યૂએ પોતાની જાતને મેકઓવર કરી દીધી છે. અમેયા મેથ્યૂ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મલયાલમ અભિનેત્રી છે. અમેયાનુ કહેવુ છે કે તે વજન ઘટાડવાને લઇને કેટલીક ઓપોર્ચ્યૂનિટીને મિસ કરી ચૂકી છે. અભિનેત્રી અમેયાએ કહ્યું કે, તેને લૉકડાઉન દરમિયાન વજન ઘટાડવા માટે ખુબ મહેનત કરી, તેને વર્કઆઉટ અને ડાઇટ પર ખુબ ધ્યાન રાખ્યુ, મે ખુબ કઠીનાઇથી મારા શરીરમાંથી 8 કિલો વજન ઓછુ કર્યુ છે. મે 62 કિલોમાંથી મારુ વજન 54 કિલો કરી દીધુ છે. અમેયાએ કહ્યું કે, આપણે જેટલુ આપણુ શરીર સારુ રાખીશુ તેટલુ આપણે આપણુ શરીર વધારે ગમશે. અભિનેત્રી અમેયા મેથ્યૂની ફિલ્મની વાત કરીએ તો અમેયા ફિલ્મ ગૉટ-2માં દેખાશે, તે એક જુની સ્ટૉરી છે. એક્ટ્રેસની લેટેસ્ટ ફિલ્મ મમૂટ્ટી ધ પ્રીસ્ટ છે.