મુંબઇઃ દિગ્ગજ અભિનેત્રી અને મથુરા લોકસભાના સાંસદ હેમા માલિનીએ એક વીડિયો શેર કરીને ખાસ સંદેશ આપ્યો છે. લોકોને અપીલ કરી છે કે લૉકડાઉન જલ્દી ખતમ કરવુ હોય તો નિયમોનુ સખ્તાઇથી પાલન કરો.


હેમા માલિનીએ સંદેશ આપતા કહ્યું કે કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે લગાવવામાં આવેલા લૉકડાઉનને જલ્દી ખતમ કરવા માંગતા હોય તો આના સંબંધિત નિયમોનુ સખ્તાઇથી પાલન કરો.



આની સાથે તેને કોરોના યોદ્ધાઓ, પોલીસકર્મીઓ, સફાઇકર્મીઓ અને મીડિયાકર્મીઓ પર થયેલા હિંસક હુમલાઓની નિંદા કરતા તેમની સાથે દરેક સંભવ સહયોગ કરવાની અપીલ કરી છે.



રવિવારે ટ્વીટર પર શેર કરવામાં આવેલા વીડિયો સંદેશમાં હેમા માલિનીએ કહ્યં કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. દેખાઇ રહ્યું છે કે કેટલાક લોકો લૉકડાઉનનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. જો આપણે ઇચ્છીએ છીએ કે આ લૉકડાઉન જલ્દી પુરુ થાય તો લૉકડાઉનના નિયમોનું સખ્તાઇથી પાલન કરવુ પડશે.

હેમા માલિનીને વધુમાં કે, દેશવાસીઓએ હાલ લૉકડાઉનમાં ઘરમાં રહીને સુરક્ષિત રહેવાનુ છે. સાથે સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખવાનુ છે.