જેમાં એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ 95 લાખ ફોલોઅર્સની સાથે સેલિબ્રિટિઝ લિસ્ટમાં પહેલા નંબર પર રહી, તેના પછી રિતેશ દેશમુખ (68 લાખ ફોલોઅર્સ), કપિલ શર્મા (22 લાખ ફોલોઅર્સ), માધુરી દિક્ષિત (12 લાખ ફોલોઅર્સ) અને ડીજે બ્રાવો (15 લાખ ફોલોઅર્સ)ના નામ પણ આ લિસ્ટમાં સામેલ છે.
ટૉપ પાંચ સંગીત કલાકારોના લિસ્ટમાં 1.25 કરોડ ફોલોઅર્સની સાથે નેહા કક્કડ પહેલા નંબરે છે, ગુરુ રંધાવા 58 લાખ ફોલોઅર્સ, ટૉની કક્કડ 41 લાખ, મિલિંદ ગાબા અને અર્જૂન કાનૂનગો 31 લાખ ફોલોઅર્સની સાથે બીજા, ત્રીજા અને ચોથા નંબર પર રહ્યાં છે.
વળી, એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝના વર્ક ફ્રન્ટની વાત કરીએ, તો તેને તાજેતરમાં જ ફિલ્મ 'ડ્રાઇવ'માં જોવા મળી હતી. રિપોર્ટનુ માનીએ તો એક્ટ્રેસ આગામી ફિલ્મ 'કિક 2'માં પણ જોવા મળી શકે છે.