મુંબઇઃ સુશાંત કેસમાં આવેલા ફૉરેન્સિક રિપોર્ટ પર કંગના ભડકી છે. એઇમ્સની ફૉરેન્સિક ટીમે પોતાની રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે દિવગંત એક્ટર સુશાંત સિંહ રાજપૂતનુ મોત મર્ડર નથી, તેમને મર્ડરની થિયરીને ફગાવી દીધી છે. આ વાતને લઇને સુશાંત કેસમાં સતત પોતાના નિવેદનો આપનારી કંગનાએ ટ્વીટ કરીને એઇમ્સના રિપોર્ટ પર સવાલો ઉઠાવ્યા છે.

કંગનાએ ટ્વીટ કરીને લખ્યું- એક યુવા અને અસામાન્ય માણસ એક દિવસ ઉઠે છે, અને ખુદને મારી નાંખે છે. સુશાંત કહ્યું કે તેની સાથે ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે, અને તેના જીવને જોખમ છે. તેને કહ્યું હતુ કે મૂવી માફિયાએ તેને બેન કરી દીધો છે, અને પરેશન કરવામાં આવી રહ્યો છે. તેના પર દુષ્કર્મનો ખોટો આરોપ લગાવીને માનસિક રીતે પ્રભાવિત કરવામાં આવ્યો હતો, હેશટેગ એઇમ્સ. ઉલ્લેખનીય છે કે એઇમ્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી, હત્યા નહીં.

કંગનાએ બીજા એક ટ્વીટમાં લખ્યું- અમને હાલની લેટેસ્ટ પ્રૉસેસની સાથે કેટલાક સવાલોના જવાબ જોઇએ, 1. સુશાંત સિંહ રાજપૂતે મોટા પ્રૉડક્શન હાઉસીસ દ્વારા ખુદને બેન કરવાની વાત કેટલીય વાર કહી, આ કયા લોકો છે જેને તેની વિરુદ્ધ કાવતરુ રચ્યુ? 2. મીડિયા તેને રેપિસ્ટ હોવાની ખોટી ખબર કેમ ફેલાવી? 3. મહેશ ભટ્ટ પોતાનુ મનો વિશ્લેષ્ણ કેમ કરી રહ્યાં હતા?

કંગનાની પ્રતિક્રિયા તે દિવસે આવી છે જ્યારે એઇમ્સે હત્યાની થિયરીને ફગાવી દીધી, અને સીબીઆઇને કહ્યું કે 14 જૂનનું સુશાંતના મોતનુ કારણ આત્મહત્યા છે.

અભિનેત્રીએ બીજા કેટલાક ટ્વીટ કરતા એવા પણ ગંભીર આરોપો લગાવ્યા કે સુશાંતને ફિલ્મ ઉદ્યોગથી બહાર કરવામાં આવી રહ્યો હતો, આ દરમિયાન સુશાંતને ફિલ્મોમાં ના લેવાને લઇને બૉલીવુડના મોટા બેનર યશરાજ ફિલ્મ્સ પર પણ જબરદસ્ત નિશાન સાધ્યુ હતુ.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ