મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી પૂજા બેનર્જીએ છુપાઇને લગ્ન કરી લીધા છે, આ વાતનો ખુલાસો એક મહિના બાદ થયો છે. પૂજા બેનર્જીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને ફેન્સને જાણકારી આપી છે કે તેને એક મહિના પહેલા પોતાના બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે.

પૂજા બેનર્જીએ એક તસવીર શેર કરતા લખ્યું- આ તસવીર ગયા વર્ષની છે, જ્યારે અમે માંગમા સિંદુર ભર્યુ હતુ. આજે અમારા લગ્ન થવાના હતા પણ હાલની પરિસ્થિતિના કારણે અમારા બધા પ્રોગ્રામ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. જોકે, અમે અમારા લગ્નને એક મહિના પહેલા જ રજિસ્ટર કરાવી ચૂક્યા છીએ. ઓફિશિયલી અમે મેરિડ છીએ.



પોતાની આ પૉસ્ટમાં પૂજા બેનર્જીએ જણાવ્યુ કે, દેશમાં હાલની પરિસ્થિતિ ખુબ પડકારજનક છે. તેને લખ્યું- અમારા માતા પિતા અને દાદાદાદીના આર્શીવાદથી અમે નવી જિંદગી શરૂ કરી છે. આ માટે તમારા બધાનો પ્રેમ અને દુઆઓ પણ અમને જોઇએ છે.



પૂજા લખ્યુ કે અમે બન્ને અમારા પરિવારથી ખુશ છીએ, પણ આ પરિસ્થિતિમાં તે લોકો માટે દુઃખી છીએ જે લોકો જિંદગી સામે જંગ લડી રહ્યાં છે. પૂજાએ આગળ લખ્યુ અમે અમારા લગ્ન માટે જે પૈસા રાખ્ય હતા, જે પૈસા આવા લોકોને આપી રહ્યાં છીએ. કેમકે અત્યારે તેમને વધારે જરૂરિયાત છે.

https://www.instagram.com/p/B8n8Ho6gu6u/?utm_source=ig_embed