માં બનવાના સવાલ પર આ એક્ટ્રેસે આપ્યો એકદમ બૉલ્ડ જવાબ, બોલી- એક-બે નહીં આખી ક્રિકેટ ટીમ જોઇએ......
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Jan 2021 11:56 AM (IST)
સુપરસ્ટાર પ્રિયંકા ચોપડાને તાજેતરમાં તેમની ફેમિલી પ્લાનિંગને લઇને સવાલ કર્યો, અને પીસીએ આનો ખુલીને જવાબ આપ્યો હતો. પ્રિયંકાએ પોતાના અંદાજમાં દિલચસ્પ જવાબ આપતા કહ્યું કે- હું તો આખી ક્રિકેટ ટીમ ઇચ્છુ છુ
(ફાઇલ તસવીર)
નવી દિલ્હીઃ બી ટાઉન જ્યાં અનુષ્કા શર્મા માં બની ગઇ છે, તે વળી કરિના કપૂર ખાન પણ બહુ જલ્દી બીજી વાર માં બનવાની તૈયારીમાં છે. આવામાં સુપરસ્ટાર પ્રિયંકા ચોપડાને તાજેતરમાં તેમની ફેમિલી પ્લાનિંગને લઇને સવાલ કર્યો, અને પીસીએ આનો ખુલીને જવાબ આપ્યો હતો. પ્રિયંકાએ પોતાના અંદાજમાં દિલચસ્પ જવાબ આપતા કહ્યું કે- હું તો આખી ક્રિકેટ ટીમ ઇચ્છુ છુ. પ્રિયંકાએ કહ્યું- મને બાળકો જોઇએ, જેટલા હોઇ શકે એટલા બાળકો, એક ક્રિકેટ ટીમ જેટલા, હું શ્યૉર નથી. નિક ભારતમાં એવી રીતે આવ્યો હતો જેમ કે કોઇ માછલી પાણીમાં આવતી હોય છે, પરંતુ કોઇપણ સામાન્ય કપલને આ રીતે એકબીજાની આદતોને સમજવી પડે છે. એ સમજવુ પડે છે કે સામે વાળાને શું પસંદ છે શું નાપસંદ છે. આ એક સાહસ જેવુ છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપડા બહુ જલ્દી ફિલ્મ ધ મેટ્રિક્સ 4માં કામ કરતી દેખાશે, અને સાથે ફિલ્મ ટેક્સ્ટ ફૉર યૂ ને લઇને પણ દર્શકોમાં જબરદસ્ત એક્સાઇટમેન્ટ છે.