ઉજ્જૈનઃ બોલીવુડની અભિનેત્રી સારા અલી ખાન મુસ્લિમ હોવા છતાં હિંદુ મંદિરોમાં દર્શન કરતી હોવાથી સોશિયલ મીડિયામાં અવારનવાર ટ્રોલ થઈ ચૂકી છે. તેની અવગણના કરીને સારા અલી ખાન શનિવાર ને 15 જાન્યુઆરીના રોજ સારા માતા અમૃતા સિંહ સાથે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં જ્યોતિર્લિંગનાં દર્શન માટે ગઈ હતી.


સારા અલી ખાન પોતાની માતા અમૃતિ સિંહ સાથે શનિવારે સવારે 10.20 વાગે મંદિર પહોંચી હતી. મંદિરમા સારા  સીધી નંદી હૉલ ગઈ હતી. સવારે સાડા દસ વાગ્યાની ભોગ આરતીમાં સારાએ ભાગ લીધો હતો. આ ઉફરાંત નંદી હૉલમાં બેસીને ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ કર્યો હતો. આરતી બાદ સારા મહાકાલ મંદિરમાં બનેલા કુંડના કિનારે આવી હતી. અહીં સારા 20 મિનિટ સુધી બેસી રહી હતી. ત્યાર બાદ માતા અમૃતા સિહં  સાથે સારાએ મહાકાલ મંદિરમાં બનેલા સિદ્ધિ વિનાયક ગણેશ, હનુમાન સહિત અન્ય દેવી-દેવતાનાં દર્શન કર્યાં હતાં.


સારા અલી ખાન હાલમાં મધ્યપ્રદેશમાં ફિલ્મ 'લુકા છુપી 2'ના શૂટિંગ માટે ગઈ છે. સારા અલી ખાન એક મહિનામાં બીજી વાર ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં જ્યોતિર્લિંગનાં દર્શન માટે આવી છે. સારા અલી ખાન આ પહેલાં 24 ડિસેમ્બરે ઉજ્જૈન આવી હતી. એ વખતે પણ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં જ્યોતિર્લિંગનાં દર્શન માટે આવી હતી. મુસ્લિમ હોવા થતાં મંદિરમાં જવાના કારણે તેને ટ્રોલ કરાઈ હતી.


આ બધી વાતોથી વિચલિત થયા વિના સારા અલી ખાન તથા અમૃતા સિંહે મહાકાલ મંદિર પરિસરમાં ફોટો ક્લિક કરાવ્યા હતા. શનિવારે સાંજે સારાએ સોશિયલ મીડિયામાં ફોટોઝ અપલોડ કર્યા હતા.


'લુકા છુપી 2'નું શૂટિંગ ઉજ્જૈનમાં થવાનું છે. આ ફિલ્મમાં વિકી કૌશલ મુખ્ય હીરો છે. સારા અને વિકી બંને ટીચરના રોલમાં છે. ફિલ્મ મધ્યવર્ગીય પરિવારના સંઘર્ષ  પર આધારિત છે. ઉજ્જૈનમાં ઘરનું મકાન ખરીદવાનો એક સીન શૂટ થશે. આ શૂટિંગ હાઉસિંગ બોર્ડની ઓફિસમાં થશે. આ પહેલાં ઈન્દોરમાં ફિલ્મનું શૂટિંગ થયું હતું.