Manoj Muntashir On Lord Hanuman : ઓમ રાઉતની વિવાદાસ્પદ ફિલ્મ આદિપુરુષ વિવાદોમાં ફસાઈ રહી છે. એ કહેવું પણ ખોટું નથી કે જ્યારથી તેનું ટીઝર રિલીઝ થયું છે ત્યારથી ક્યારેક VFX તો ક્યારેક સ્ટારકાસ્ટની ડ્રેસિંગ સેન્સ પર સવાલો ઉઠી રહ્યા છે. રિલીઝ થઈ ત્યારથી જ આ ફિલ્મ ભારે વિવાદોમાં ફસાઈ ગઈ છે, હવે લોકો તેની આખી ટીમને કોસ કરી રહ્યા છે અને ફરી એકવાર બોલિવૂડનો બહિષ્કાર કરવાની સાથે આદિપુરુષ પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ થઈ રહી છે. જેમાં ન તો પ્રભાસને શ્રીરામ તરીકે પસંદ કરવામાં આવ્યો છે અને ન તો હનુમાનજીના રોલમાં દેવદત્ત નાગેને પસંદ કરવામાં આવ્યો છે. 


આ ફિલ્મની એક પણ ભૂમિકાને દર્શકોએ વખાણી નથી અને તેના સંવાદો પણ ખૂબ જ વિવાદાસ્પદ છે. હજી આ વિવાદ સમ્યો પણ નથી ત્યાં તાજેતરમાં ફરી એકવાર મનોજ મુન્તાશીરે એક નિવેદન આપ્યું છે જેનાથી હંગામો મચી ગયો છે.


તાજેતરમાં જાણે બળતામાં ઘી હોમતા મનોજ મુન્તાશીર કંઈક બોલી ગયા છે કે જેનાથી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો હતો. લોકોને મનોજ મુન્તાશીરે બજરંગ બલી માટે લખેલા સંવાદો સામે પહેલાથી જ વાંધો છે. ત્યાં હવે મનોજ મુન્તાશીરે પોતાના બચાવમાં કહ્યું છે કે, બજરંગ બલી ભગવાન રામની જેમ વાતચીત કરતા નથી. કારણ કે, તેઓ ભગવાન નથી પણ ભક્ત છે. તેમને ભગવાન તો આપણે  બનાવ્યા છે, તેમની ભક્તિમાં એ શક્તિ હતી.


મનોજ મુન્તાશીરે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ નિવેદન આપ્યું છે. હવે તેમનું નિવેદન સાંભળ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો ફરી એકવાર રોષે ભરાયા છે અને તેમને ઈન્ટરવ્યુ જ ના આપવાની સલાહ આપી રહ્યા છે. એક વ્યક્તિએ કહ્યું હતું કે, 'સૌથી પહેલા મનોજ મુન્તાશીરે ઈન્ટરવ્યુ આપવાનું બંધ કરી દેવું જોઈએ.' જ્યારે બીજાએ કહ્યું હતું કે, 'તમારો ટેસ્ટ કરાવો.' અન્ય એક વ્યક્તિએ કહ્યું, 'હનુમાનજી ભગવાન શિવના અવતાર હતા, આ મૂર્ખ વ્યક્તિ પાસે મગજ નથી અને તે રામાયણના સંવાદો લખી રહ્યો છે.' અન્ય યુઝરે કહ્યું, 'કૃપા કરીને કોઈ આને મૌન કરો.'


પ્રભાસ અને કૃતિની ફિલ્મ આદિપુરુષને લઈને ભલે ગમે તેટલો વિવાદ થયો હોય, પરંતુ મેકર્સને બોક્સ ઓફિસ પર તેનો પૂરો ફાયદો મળ્યો છે. રિલીઝના ચાર દિવસમાં જ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર 241.10 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. જોકે, સોમવારે વર્કિંગ ડે પર ફિલ્મના કલેક્શનમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વિશ્વભરમાં આ ફિલ્મે 340 કરોડનું કલેક્શન કર્યું છે.


જાહેર છે કે, આદિપુરુષનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે. જ્યારે ડાયલોગ્સ મનોજ મુન્તાશીરે લખ્યા છે. ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન ઉપરાંત સની સિંહ, વત્સલ સેઠ, દેવદત્ત નાગે લીડ રોલમાં છે. જ્યારે સોશિયલ મીડિયા પર માત્ર ક્રિટિક્સ જ નહીં પણ ફેન્સ પણ ફિલ્મને નાપસંદ અને ટ્રોલ કરતા જોવા મળે છે.