Adipurush: પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ આદિપુરુષની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રામાયણ પર આધારિત આ ફિલ્મ માટે લોકોમાં અત્યારથી જ એક્સાઈટમેન્ટ છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ લોકોમાં આ ફિલ્મને જોવાની ઉત્સુક્તા વધી ગઈ છે. હવે આ ફિલ્મ સાથે જોડાયેલા વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મના રિલીઝ સમયે નિર્માતાઓએ દરેક થિયેટરમાં ભગવાન હનુમાન માટે એક સીટ ખાલી રાખવાની જાહેરાત કરી છે.
નિર્માતાઓએ કરી મોટી જાહેરાત
ચાહકો પહેલેથી જ આદિપુરુષને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ સ્થિતિમાં નિર્માતાઓએ હવે આ ફિલ્મની રિલીઝ પર દરેક થિયેટરમાં ભગવાન હનુમાનજી માટે એક સીટ ખાલી રાખવાની જાહેરાત કરી છે. ચાહકોમાં આ ફિલ્મ માટે વધુ ઉત્સાહ જોવા મળી શકે છે. મેકર્સ દ્વારા આ જાહેરાત ફિલ્મની રિલીઝના માત્ર 10 દિવસ પહેલા કરવામાં આવી હતી.
કૃતિ સેનન અને પ્રભાસની ફિલ્મ આટલા કરોડમાં બની છે
TOI અનુસાર, 500 કરોડના બજેટ સાથે બનેલી આદિપુરુષે તેની રિલીઝ પહેલા 432 કરોડ રિકવરી કરી લીધી છે. અહેવાલ છે કે ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આદિપુરુષે નોન થિયેટ્રિકલ રેવન્યુમાંથી રૂ 247 કરોડની કમાણી કરી છે. આ સિવાય ફિલ્મે સેટેલાઇટ રાઇટ્સ, મ્યુઝિક રાઇટ્સ અને ડિજિટલ રાઇટ્સ અને અન્ય અધિકારોમાંથી બાકીની રિકવરી કરી છે. સમાચાર છે કે આ ફિલ્મ સાઉથમાં રિલીઝ થયા બાદ લગભગ 185 કરોડની કમાણી કરશે.
આદિપુરુષ ત્રણ દિવસમાં આટલી કમાણી કરી શકે છે ?
આ ફિલ્મ માટે બોક્સ ઓફિસનો અંદાજ 100 કરોડ રાખવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે આદિપુરુષ ફિલ્મનું માત્ર હિન્દી વર્ઝન જ તેની રિલીઝના 3 દિવસમાં 100 કરોડની ક્લબમાં સામેલ થઈ શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ આગાહી સાચી પડે છે કે કેમ!
પ્રભાસ સ્ટારર ફિલ્મ આદિપુરુષ રામાયણ પર આધારિત
તમને જણાવી દઈએ કે સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સ્ટારર ફિલ્મ આદિપુરુષ રામાયણ પર આધારિત છે. ચાહકો ઘણા સમયથી આ ફિલ્મની ખૂબ જ આતુરતા સાથે રાહ જોઈ રહ્યા હતા. જ્યારે પ્રભાસ અને કૃતિ સેનન પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે. ત્યારે ચાહકો વધુ ઉત્સાહિત છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 16 જૂન 2023 થી સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે.