Big Boss OTT 2 Contestants: 'બિગ બોસ ઓટીટી 2' આજથી શરૂ થવા જઈ રહ્યો છે, જેને સલમાન ખાન હોસ્ટ કરવા જઈ રહ્યો છે. આ પહેલા સમાચાર સામે આવ્યા છે કે બિગ બોસ ઓટીટીની સીઝન 2 માટે ઘણી અભિનેત્રીઓ સાથે વાત કરવામાં આવી છે કે જેઓ સ્પર્ધક તરીકે શોમાં જોડાઈ શકે છે.


'બિગ બોસ'માં ટ્વિસ્ટ અને ટર્ન્સ આવતા જ રહે છે અને હવે તેની OTTની બીજી સિઝનમાં પીઢ અભિનેત્રીઓને સામેલ કરીને આ સંસ્કૃતિ જાળવી રાખવામાં આવી છે. સૂત્રોને ટાંકીને સમાચાર આવી રહ્યા છે કે આ વખતે સંગીતા બિજલાની, સ્નેહા ઉલ્લાલ, ઝરીન ખાન, ભાગ્યશ્રી અને ડેઝી શાહ જેવી અભિનેત્રીઓ બિગ બોસ OTT 2માં સ્પર્ધક તરીકે જોવા મળી શકે છે.






શું મિયા ખલીફા સામેલ થશે?


હાલમાં જ સમાચાર આવ્યા હતા કે પૂર્વ એડલ્ટ સ્ટાર મિયા ખલીફાને પણ 'બિગ બોસ OTT 2'માં જોવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. જો કે મિયા ખલીફાએ વર્ષ 2015માં એક ટ્વિટ કર્યું હતું તે જોઈને લાગી રહ્યું છે કે તેનું  બિગ બોસ OTT 2માં જોડાવું મુશ્કેલ છે. મિયાએ લખ્યું હતું કે તે ક્યારેય ભારતમાં પગ નહી મૂકે, એટલા માટે સ્પષ્ટ કરી દઉં કે જેને પણ કહ્યું છે કે હું બિગ બોસમાં આવવા માટે રસ ધરાવું છું તેને આ વિચાર મનમાંથી નિકાળી દેવો જોઈએ.


સની લિયોન આ શોમાં સામેલ થશે


બીજી તરફ, સની લિયોન આ વખતે બિગ બોસ ઓટીટી 2 માં જોડાવાની ખાતરી છે. જણાવી દઈએ કે સની લિયોન 'બિગ બોસ 5'નો ભાગ હતી, આવી સ્થિતિમાં તેણે OTT સિઝનમાં સામેલ થવા અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. ઈન્ડિયા ટીવીના સમાચાર અનુસાર તેણે કહ્યું- 'મારા માટે આ ઘર વાપસી જેવું હશે. ઘણી બધી યાદો કારણ કે તે મારી કારકિર્દીનો એક વળાંક હતો... હું શોને નજીકથી મહેસુસ કરી રહી છું અને તેને આગલા સ્તર પર લઈ જવા માટે તૈયાર છું...'






આ સ્પર્ધકો જોવા મળશે


જણાવી દઈએ કે આ વખતે સલમાન ખાન 'બિગ બોસ ઓટીટી 2' હોસ્ટ કરશે. આ શો આજથી જિયો સિનેમા પર રિલીઝ થશે. આ વખતે શોમાં ફલક નાઝ, આકાંક્ષા પુરી, નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકી, પલક પુરસ્વાની, અવિનાશ સચદેવ, જિયા શંકર, બબીકા ધુર્વે અને મનીષા રાની જોવા મળશે. તે જ સમયે 'બિગ બોસ 5' ફેમ સની લિયોન પણ આ શોનો ભાગ હશે. જો કે તે સ્પર્ધક બનશે કે સલમાન ખાન સાથે શોમાં કો-હોસ્ટ બનશે, તે હજુ સુધી કન્ફર્મ કરવામાં આવ્યું નથી.