Vinod Mehra Love Life: જાહેર જીવનમાં અને ફિલ્મોમાં ઘણીવાર તમે એવું બનતું જોયું હશે કે કોઈ છોકરી ઘરેથી ભાગીને લગ્ન કરે છે. જો કે અહી વાત અલગ છે છોકરી ઘરેથી નહોતી ભાગી પરંતુ છોકરી તેના પતિના ઘરેથી ભાગી જાય છે અને બીજા અન્ય જોડે લગ્ન પણ કરી લે છે. આ ઘટના સાચી છે અને તે ઘટના બોલિવૂડ સ્ટાર વિનોદ મહેરા સાથે વાસ્તવિક જીવનમાં બની છે. હા, મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિનોદ મહેરાની બીજી પત્ની બિંદિયા ગોસ્વામીએ આ કર્યું હતું. ચાલો તમને જણાવીએ કે આ આખો મામલો શું હતો… ખરેખર વિનોદ મહેરાએ એક-બે નહીં પરંતુ ચાર લગ્ન કર્યા હતા. અભિનેતાના પ્રથમ લગ્ન મીના બ્રોકાવ સાથે તેમના પરિવારના સભ્યોની સંમતિથી થયા હતા. જોકે આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. મીનાથી અલગ થયા પછી અભિનેત્રી બિંદિયા ગોસ્વામીએ વિનોદ મહેરાના જીવનમાં પ્રવેશ કર્યો.


જેના કારણે સંબંધોમાં તિરાડ પડી હતી


બિંદિયા અને વિનોદના લગ્ન થયા બાદ વિનોદ મહેરાનું કરિયર પતન પર હતું જેના કારણે બિંદિયાએ તેમનાથી અંતર રાખવાનું શરૂ કર્યું હતું. જ્યારે એક દિવસ બધાને ચોંકાવીને બિંદિયા ઘરેથી ભાગી ગઈ અને ડિરેક્ટર જે.પી. દત્તા સાથે તેણે લગ્ન કરી લીધા. કહેવાય છે કે આ ઘટનાથી વિનોદ મહેરા ખૂબ જ ભાંગી પડ્યા હતા અને તેમણે બિંદિયાને પાછી લાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થઈ શક્યા ન હતા.


વિનોદ મહેરાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું


આ પછી વિનોદ મહેરાએ અભિનેત્રી રેખા સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. જોકે, એવું કહેવાય છે કે અભિનેતાની માતા રેખાથી ખૂબ જ નારાજ રહેતી હતી. આ જ કારણ હતું કે લગ્ન પછી જ્યારે વિનોદ મહેરા રેખા સાથે તેમના ઘરે પહોંચ્યા તો એક્ટરની માતાએ રેખાને મારવા માટે ચપ્પલ પણ ઉપાડ્યા હતા. જોકે રેખા સાથે વિનોદ મહેરાનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંને અલગ થઈ ગયા. આ પછી વિનોદ મહેરાએ કિરણ મહેરા સાથે ચોથી વાર લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે વિનોદ મહેરાનું હાર્ટ એટેકના કારણે માત્ર 45 વર્ષની વયે નિધન થયું હતું.