Drishyam 2 Day 11 Collection: હિન્દી સિનેમાનો દમદાર કલાકાર અજય દેવગન (Ajay Devgn)ની બહુચર્ચિત ફિલ્મ ‘દ્રશ્યમ 2’ આજકાલ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે, તાબડતોડ કમાણી કરી રહી છે. આના બીજા વીકેન્ડ બાદ પણ ‘દ્રશ્યમ 2’ની ધમાલ ઓછી નથી થઇ રહી. બૉક્સ ઓફિસ પર હજુ પકડ બનાવી રાખી છે. જાણો 11 દિવસે કેટલી કરી કમાણી - 


11માં દિવસે ‘દ્રશ્યમ 2’ની ધમાલ યથાવત - 
સુપરસ્ટાર અજય દેવગનની ‘દ્રશ્યમ 2’એ વખતે તમામને પોતાની સસ્પેન્સ થ્રિલર ફિલ્મથી જકડી રાખ્યા છે. એટલુ જ નહીં 50 કરોડના બજેટમાં બનેલી ‘દ્રશ્યમ 2’ હવે બ્લૉક બસ્ટર બની ગઇ છે. આ બધાની વચ્ચે 11મો જ દિવસ પણ ફિલ્મ માટે દમદાર રહ્યો.


બૉક્સ ઓફિસ ઇન્ડિયાના રિપોર્ટનુ માનીએ તો ડાયરેક્ટર અભિષેક પાઠકની ‘દ્રશ્યમ 2’એ રિલીઝની બીજા મન્ડેને બૉક્સ ઓફિસ પર 5.25-5.50 કરોડની વચ્ચે કમાણી કરી લીધી છે. જોકે રવિવારની સરખામણીમાં ‘દ્રશ્યમ 2’ના કલેક્શનમાં કાપ થયો છે, પરંતુ 11મા દિવસ સુધી એકદમ બરાબર છે.


150 કરોડના આંકડાને પાર કરી દેશે ‘દ્રશ્યમ 2’ - 
રિલીઝના 11 દિવસ બાદ પણ ‘દ્રશ્યમ 2’ (Drishyam 2)ની કમાણીની સ્પીડ ઓછી નથી થઇ રહી, બીજા વીકેન્ડ પર અજય દેવગન (Ajay Devgn) સ્ટારર ફિલ્મએ લગભગ 38 કરોડની કમાણી કરી છે, જ્યારે 11માં દિવસની કમાણીને જોડી દેવામાં આવે તો હવે ફિલ્મનુ બૉક્સ ઓફિસ પર કલેક્શન 147 કરોડ રૂપિયાની નજીક પહોંચી ચૂક્યુ છે. હવે આશા છે કે, 12માં દિવસે ફિલ્મ 150 કરોડનો આંકડો પાર કરી શકે છે, એટલુ જ નહીં કેટલાક ટ્રેડ એનાલિસ્ટનુ માનીએ તો ત્રીજા વીકેન્ડ સુધી આ ફિલ્મ 200 કરોડના ક્લબમાં એન્ટ્રી લઇ લેશે. 


દ્રશ્યમ 2  સ્ટાર કાસ્ટ -
'દ્રશ્યમ 2'માં અજય દેવગન, તબ્બુ, શ્રિયા સરન ઉપરાંત અક્ષય ખન્ના, ઈશિતા દત્તા, મૃણાલ જાધવ, રજત કપૂર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન અભિષેક પાઠકે કર્યું છે. તેનું નિર્માણ ભૂષણ કુમારે કર્યું છે. આ ફિલ્મ 2013માં આવેલી સાઉથ ફિલ્મ દ્રષ્ટિમની રિમેક છે.