અજય દેવગને લોકોને જાગૃત કરવા માટે કોરોના વાયરસ પર 'ઠહર જા' (Thahar Ja) ગીત ગાયુ છે. આના મારફતે લોકોને ઘરોમાં જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. ગીત લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે.
ખાસ વાત છે કે, 'ઠહર જા' ગીતને ખુદ અજય દેવગને પ્રૉડ્યૂસ કર્યુ છે, આ ગીતને મેહુલ વ્યાસે ગાયુ છે, આના શબ્દો અનિલ વર્માએ લખ્યા છે. ગીતમાં કોરોનાના કારણે દેશમાં ઉભી થયેલી સ્થિતિમાં લોકો કેવી રીતે એકબીજાની મદદ કરી રહ્યાં છે, આ વાતને દર્શાવાઇ છે.
અજય દેવગને 'ઠહર જા' ગીતનો વીડિયો પોતાના ટ્વીટર હેન્ડલ પરથી શેર કર્યો છે. લખ્યુ- રુકો અને પ્રાર્થના કરો, આપણે આ વાવાઝોડાનો એકસાથે સામનો કરીશું, સુરક્ષિત રહો, ખુશ રહો, પોતાનાઓ માટે 'ઠહર જા'.....
નોંધનીય છે કે, આ પહેલા અક્ષય કુમારે પણ તેરી મિટ્ટી ગીત થીમ પર ડૉક્ટરોને સન્માન આપ્યુ હતુ, હવે અજયે પણ ખાસ ગીત મારફતે દેશવાસીઓને જાગૃત કરવા પ્રયાસ કર્યો છે.