Alia Bhatt Motherhood Plan: મમ્મી આલિયા ભટ્ટ આ દિવસોમાં સફળતાનો આનંદ માણી રહી છે. 29 વર્ષીય અભિનેત્રીએ 6 નવેમ્બરના રોજ તેના પ્રથમ બાળક (પુત્રી)નું સ્વાગત કર્યું હતું. આલિયા હાલમાં તેના નવજાત શિશુમાં વ્યસ્ત છે. આલિયા અને રણબીર બંને બાળકીની ખાસ કાળજી લઈ રહ્યા છે.
રણબીર કપૂર મિલનસાર અભિનેતાઓમાંનો એક છે
પુત્રીના જન્મ પહેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન, "ડાર્લિંગ્સ" અભિનેત્રીએ તેના અંગત જીવન તેમજ અભિનેતા તરીકે પતિ રણબીર વિશે ખુલીને વાત કરી હતી. તેણીએ પતિ રણબીર વિશે કહ્યું હતું કે તે સૌથી મિલનસાર અભિનેતાઓમાંનો એક છે જે ક્રાફ્ટ પ્રત્યે સમર્પિત અને પ્રતિબદ્ધ છે. તેણીએ કહ્યું કે બ્રહ્માસ્ત્ર - ભાગ 1 શિવમાં કામ કરવું ખૂબ જ સરળ હતું કારણ કે દરેક વ્યક્તિની એકબીજા સાથે સારી બોન્ડિંગ થઇ ગઈ હતી.
શું છે આલિયાનો મધરહૂડ પ્લાન?
તેના મધરહૂડ પ્લાન વિશે વાત કરતા આલિયાએ કહ્યું હતું કે તે તેના બાળકને લોકોની નજરમાં લાવવા માટે થોડી નર્વસ છે અને તે ચિંતાનો વિષય છે જે તે મિત્રો અને પરિવાર સાથે શેર કરે છે. જો કે પરિવાર સાથે વાત કર્યા બાદ તેણે આ રસ્તા પર ચાલવાનું પસંદ કર્યું છે અને માતૃત્વની દ્રષ્ટિએ ભવિષ્ય કેવી રીતે પ્રગટ થશે તે અંગે કોઈ વિચાર નક્કી કર્યો નથી.
આલિયા વર્કફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ ટૂંક સમયમાં રણવીર સિંહ સાથે 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે. તેની પાસે પાઇપલાઇનમાં ગેલ ગેડોટ અને જેમી ડોર્નન સાથે 'હાર્ટ ઓફ સ્ટોન' પણ છે. તે નેટફ્લિક્સ સ્પાઈ ફિલ્મથી હોલિવૂડમાં ડેબ્યૂ કરશે.