Pushpa Star Allu Arjun Trolled For His Sudden Weight Gain: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એકથી વધુ હિટ ફિલ્મો આપનાર અલ્લુ અર્જુન ફરી એકવાર ચર્ચામાં છે. ફરી એકવાર લાઈમલાઈટમાં આવવાનું કારણ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટો છે. હાલમાં જ રીલિઝ થયેલી તેની ફિલ્મ 'પુષ્પા'ના કારણે તે ચર્ચામાં રહ્યો હતો. તેની ફિલ્મ સુપરહિટ રહી હતી. 'પુષ્પા- ધ રાઇઝ'થી આખા દેશને હચમચાવી નાખનાર અર્જુન આ દિવસોમાં 'પુષ્પા 2'ની તૈયારીમાં વ્યસ્ત છે. ચાહકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


આ દરમિયાન અલ્લુ અર્જુન તેની કેટલીક તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ફોટાને કારણે લોકો અલ્લુ અર્જુનની મજાક પણ ઉડાવી રહ્યા છે. એટલે કે અલ્લુ અર્જુન પોતાની તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. આ તસવીરોમાં તેનું વધેલું વજન સ્પષ્ટપણે જોઈ શકાય છે.


અલ્લુ અર્જુન આ દિવસોમાં વધેલી દાઢી, લાંબા વાળ અને વધેલા વજન સાથે જોવા મળ્યો હતો. અભિનેતાની આ તસવીરોને લઈને એવું માનવામાં આવે છે કે અલ્લુ અર્જુનનો આ લુક પુષ્પા 2 માટે હોઈ શકે છે. પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ તસવીરને લઈને અલ્લુ અર્જુનની મજાક ઉડાવવાનું શરૂ કર્યું. એક સોશિયલ મીડિયા યુઝરે અલ્લુ અર્જુનને વડાપાવ પણ કહ્યું. તો સાથે જ કેટલાક લોકો તેને 'મોટા ભાઈ' અને 'મોટા' કહીને બોલાવી રહ્યા છે.