Pushpa 2 Crosses 500 Crore : અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' એ ઝડપથી વર્લ્ડવાઈડ રૂ. 500 કરોડનો આંકડો પાર કરી દીધો છે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી રહી છે. 5 ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે દર્શકોના દિલ જીતી લીધા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઈતિહાસ રચ્યો છે. ફિલ્મની સ્ટાર કાસ્ટમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના, ફહદ ફાસીલ અને અન્ય કલાકારોનો સમાવેશ થાય છે, જેમણે તેમના શાનદાર અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે. સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મને દર્શકોનો જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. અલ્લૂ અર્જૂનની આ ફિલ્મનો જાદુ ઉત્તર ભારતીય દર્શકો પર પણ સારી રીતે ચાલી રહ્યો છે.
'પુષ્પા 2' એ તેની રિલીઝના પ્રથમ સપ્તાહમાં વિશ્વભરમાં 500 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જે એક રેકોર્ડ બની ગયો છે. ફિલ્મની અદભૂત એક્શન, અલ્લુ અર્જુનની અસરકારક અભિનય અને શાનદાર દિગ્દર્શનએ તેને દર્શકોમાં ભારે સફળતા અપાવી છે.
Sacknilk અનુસાર, 'પુષ્પા 2: ધ રૂલ' એ ત્રણ દિવસમાં ઘરેલુ બોક્સ ઓફિસ પર કુલ 383.7 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે, ફિલ્મે 'પુષ્પા 2: ધ રૂલ' પાંચ ભાષાઓમાં રિલીઝ થઈ છે - હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ. આ એક તેલુગુ ફિલ્મ છે પરંતુ તે હિન્દી ભાષામાં સૌથી વધુ કલેક્શન કરી રહી છે.
હિન્દીમાં સૌથી વધુ રૂ. 200.7 કરોડની કમાણી કરી
અલ્લુ અર્જુનની ફિલ્મે હિન્દીમાં સૌથી વધુ એટલે કે રૂ. 200.7 કરોડની કમાણી કરી છે. આ સાથે, 'પુષ્પા 2: ધ રૂલ' એ ઘણી ફિલ્મોના હિન્દી વર્ઝનના લાઈફટાઈમ કલેક્શનને માત આપી છે. 'પુષ્પા 2: ધ રૂલ' એ હિન્દી ભાષામાં 200.7 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને સલમાન ખાનની 'ટાઇગર ઝિંદા હૈ'ને પાછળ છોડી દીધી છે, જેનું હિન્દી નેટ કલેક્શન 198.78 કરોડ રૂપિયા છે. આ સિવાય અલ્લુ અર્જુનની ફિલ્મે અક્ષય કુમારની સૂર્યવંશી (195.55 કરોડ) અને રજનીકાંતની 2.O (190.48 કરોડ)ને પણ પછાડી દીધી છે.
Pushpa 2: અલ્લૂ અર્જૂનની પુષ્પા-2 જોવા માટે બ્લિંકિટ લાવી ડિસ્કાઉન્ટ વાઉચર, આટલી મળી રહી છે છૂટ