Sushant Singh Rajput: સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને 2 વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં આજે પણ કલાકારો તેને ભૂલી શક્યા નથી. તેની સાથે કામ કરી ચૂકેલા કલાકારોએ તેની યાદોને પોતાના દિલમાં સાચવી રાખી છે. હવે તેની સાથે કામ કરી ચૂકેલા અમિત સાધે એક્ટર વિશે વાત કરી છે. તેણે ચેતન ભગતના પોડકાસ્ટમાં જણાવ્યું કે જ્યારે તેને સુશાંતના મૃત્યુની ખબર પડી ત્યારે તે ખૂબ જ આઘાતમાં હતો. એટલું જ નહીં, ઈન્ડસ્ટ્રી છોડવાની વાત પણ તેના મગજમાં આવી ગઈ હતી. અમિતે કહ્યું, 'હું જાણતો હતો કે તે કેવા પ્રકારનો વ્યક્તિ હતો. જ્યારે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે.  તેનો અર્થ એ છે કે તેનું જીવન ખૂબ જ અંધકારમય છે. જ્યારે આવું થાય છે ત્યારે એ વ્યક્તિનો દોષ નથી પણ સમાજનો દોષ છે. તે વ્યક્તિની આસપાસ રહેતા લોકો ભૂલો કરે છે કારણ કે તે વ્યક્તિ એટલી નબળી પડી જાય છે કે તે અન્ય કંઈપણ વિશે વિચારી શકતો નથી. મને પણ અગાઉ આવું લાગ્યું હતું.


આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી 


દરમિયાન અમિતે એ પણ જણાવ્યું કે તેને પણ એક સમય એવો આવ્યો હતો જ્યારે મે આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી મને વારંવાર આત્મહત્યાના જ વિચાર આવતા હતા. પરંતુ હવે બધુ બરાબર છે. આ પછી જ્યારે ચેતન ભગતે તેને પૂછ્યું કે તે ઇન્ડસ્ટ્રી કેમ છોડવા માગે છે તો અભિનેતાએ કહ્યું, 'આ ઇન્ડસ્ટ્રી ખૂબ મુશ્કેલ છે. હું ખૂબ જ કંટાળી ગયો હતો. જણાવી દઈએ કે સુશાંતનું નિધન વર્ષ 2020માં મુંબઈમાં થયું હતું. અભિનેતાના મૃત્યુ પર ઘણી તપાસ થઈ હતી. CBI, NCB, ED જેવી ઘણી એજન્સીઓ આ તપાસમાં લાગી હતી. પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી.


અમિતની કારકિર્દી


અમિતની વાત કરીએ તો તે પહેલા ટીવી એક્ટર હતા. તેણે વર્ષ 2002માં શો ક્યૂં હોતા હૈ પ્યારથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેણે ક્યા હાદસા, ક્યા હકીકત, આવાઝ દિલ સે દિલ તક, કોઈ દિલ મેં હૈ, કોહિનૂર જેવા શોમાં કામ કર્યું છે. આ સિવાય તે બિગ બોસ શોમાં પણ જોવા મળ્યો હતો.


 


ફિલ્મો


અમિતે ફરી વર્ષ 2010માં ફિલ્મ 'ફૂંક 2'થી બોલિવૂડમાં કામ કરવાનું શરૂ કર્યું. જોકે તેને ફિલ્મ કાઇપો છે થી ઓળખ મળી હતી. ત્યારબાદ અમિતે ગુડ્ડુ રંગીલા, સુલતાન, અકીરા, સરકાર 3, ગોલ્ડ, સુપર 30 અને શકુંતલા દેવી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે જ સમયે અમિતે OTTમાં પણ શાનદાર કામ કર્યું છે. તેણે બ્રિથ, બ્રિથ 2, બ્લોક, 7 કદમ જેવી વેબ સિરીઝમાં કામ કર્યું છે.