મુંબઇઃ કોરોના સંકટમાં ફસાયેલા મજૂરોને બૉલીવુડના કેટલાય સુપરસ્ટારો મદદ કરી રહ્યાં છે. સોનુ સૂદ બાદ હવે અમિતાભ બચ્ચન શ્રમિકોની મદદ માટે આગળ આવ્યા છે. બીગ બીએ 187 શ્રમિકોને બુધવારે વિમાનમાં બેસાડીને ગોરખપુર તેમના ઘરે પહોંચાડ્યા હતા.


સુત્રો અનુસાર, અમિતાભ બચ્ચન અને હાજી અલી ટ્રસ્ટે માત્ર ગોરખપુર જ નહીં પણ યુપીના કેટલાક બીજા શહેરોના મજૂરોને પણ તેમના ઘરે મોકલવા માટે વિમાનનો ખર્ચ ઉઠાવ્યો છે.

પોતાના ઘરે પહોંચેલા શ્રમિકોએ અમિતાભ બચ્ચનનો આભાર માન્યો, તેમને કહ્યું કે તેઓ અમિતાભ બચ્ચનના કારણે માત્ર ઘરે જ નથી પહોંચ્યા પણ પહેલીવાર વિમાનમાં બેસવાનો મોકો પણ મળ્યો હતો. બુધવારે નિર્ધારિત મજૂરો મુંબઇ એરપોર્ટ પર ચાર્ટર વિમાનાં સવાર થયા અને બાદમાં ગોરખપુર પહોંચ્યા હતા. વિમાનમાં સવાર તમામ મજૂરોને ગ્લવ્ઝ, સેનિટાઇઝર અને ખાવા-પીવાનો સામાન પણ આપવામાં આવ્યો હતો. વિમાનનો પુરેપુરો ખર્ચ અમિતાભ બચ્ચનની ટીમ મિશન મિલાપ અને મુંબઇની હાજી અલી ટ્રસ્ટે ઉઠાવ્યો હતો.

ચાર્ટર વિમાનથી ગોરખપુર પહોંચેલા એક શ્રમિક મો તૌકીદે કહ્યું કે તેને ટ્રેનમાં જગ્યા ના મળી, બાદમાં તેને મહાનાયક અમિતાભ બચ્ચનના ટ્રસ્ટ વિશે જાણકારી મળી. ત્યાં પહોંચીને તેને ઘરે જવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. રજિસ્ટ્રેશન બાદ આઠમી જૂને ફોન આવ્યો કે 10 જૂને ગોરખપુર જ વા માટે વિમાનની વ્યવસ્થા થઇ ગઇ છે, તૈયારીઓ કરી લો.

તૌકીદ મુંબઇ એરપોર્ટ પરથી વિમાનમાં બેસ્યો અને બે કલાકમાં ગોરખપુર આવી ગયુ. તેને જણાવ્યુ કે તેને સપનામાં પણ વિચાર્ચુ ન હતુ કે તે વિમાનમાં યાત્રા કરી શકશે. તેની સાથી કામ કરનારા બીજા આઠ સાથીઓ પણ ગોરખપુર પહોંચી ગયા છે.

નોંધનીય છે કે, આ પહેલા બૉલીવુડ એક્ટર મુંબઇથી યુપી, બિહાર અને તામિલનાડુ સહિતના કેટલાય મજૂરોને પોતાના ખર્ચે ઘરે પહોંચાડી ચૂક્યો છે.