મુંબઇઃ બૉલીવુડ એક્ટર, ડાયરેક્ટર અને પ્રૉડ્યૂસર અજય દેવગન એકવાર ફરીથી પોતાના નિર્દેશનમાં એક નવો પ્રૉજેક્ટ શરૂ કરી ચૂક્યા છે. અજય દેવગનના આ નવી ફિલ્મનુ નામ 'મે ડે' બતાવવામાં આવી રહ્યું છે. જોકે પ્રૉજેક્ટની શરૂઆતથી પહેલા જ આને લઇને સતત ચર્ચા ચાલી રહી છે. વળી હવે ફિલ્મના નિર્માતાઓ તરફથી આને લઇને અધિકારિક જાહેરાત કરવામાં આવી ચૂકી છે.

આ ફિલ્મ માટે ગયા વર્ષે ડિસેમ્બરમાં શૂટિંગ શરૂ થઇ ચૂકી છે. હૈદરાબાદમાં આ ફિલ્મનો મોટો ભાગ શૂટ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં એકવાર ફરીથી અજય દેવગન અને અમિતાભ બચ્ચન એકસાથે સ્ક્રીન પર દેખાશે.

આ પહેલા આ બન્ને સ્ટાર સત્યાગ્રહમાં એકસાથે સ્ક્રીન શેર કરતા દેખાયા હતા. ઘણા લાંબા સમય બાદ બન્ને એકસાથે સ્ક્રીન શેર કરતાં જોવા માટે દર્શકોમાં ખાસી ઉત્સુકતા છે.



તાજેતરમાં જ અમિતાભ બચ્ચને મુંબઇમાં ફિલ્મના કેટલાક ભાગનુ શૂટિંગ કર્યુ છે. આ દરમિયાન સેટ પર કોરોના સંક્રમણને રોકવા માટે સાવધાની રાખવામાં આવી છે. સેટ પર કૉવિડ પ્રૉટોકૉલને કડકાઇથી પાલન થતુ દેખાયુ હતુ. જાણકારી અનુસાર ફિલ્મ એપ્રિલ 2021માં થિએટર્સમાં રિલીઝ કરવામાં આવી શકે છે.