Manoj Bajpayee On Stardom: બોલિવૂડના મોસ્ટ ટેલેન્ટેડ એક્ટર્સમાંથી એક મનોજ બાજપેયીએ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં અભિનેતા તેની આગામી ફિલ્મ 'ગુલમોહર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ ફિલ્મના પ્રમોશન દરમિયાન મનોજ બાજપેયીને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે શું તેઓ સ્ટારની જેમ મહેસુસ કરે છે. આ સવાલના જવાબમાં 'સ્ટારડમ' વિશે વાત કરતી વખતે મનોજે બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને સલમાન ખાનનું ઉદાહરણ આપ્યું. તેણે કહ્યું કે દર્શકો મારા કામને કારણે મને માન આપે છે પરંતુ શાહરૂખ અને સલમાન માટે ઓડિયન્સનું રીએક્શન ઘણું અલગ છે.

Continues below advertisement

ચાહકો અમિતાભ, શાહરૂખ અને સલમાનના દિવાના છે

મનોજે કહ્યું કે દર રવિવારે અમિતાભ બચ્ચનના ઘરની બહાર મોટી ભીડ એકઠી થાય છે કારણ કે તે પોતાના ચાહકોને પોતાની એક ઝલક બતાવે છે. શાહરૂખ ખાન તાજેતરમાં લગભગ દર અઠવાડિયે તેના ઘર મન્નતની બહાર તેના ચાહકોનો આભાર માને છે. તે જ સમયે સલમાન ખાન પણ તેના જન્મદિવસ અને ખાસ પ્રસંગો પર તેના ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીમાં જોવા મળે છે. આ કલાકારોને જોઈને પ્રશંસકો બૂમો પાડે છે. ચાહકો તેમના કલાકારોને જોવા પાગલ બને છે.

Continues below advertisement

મનોજે કહ્યું 'સ્ટારડમ' શું છે?

આરજે સિદ્ધાર્થ કન્નનને આપેલા ઈન્ટરવ્યુમાં મનોજે કહ્યું, “સ્ટાર પતા હૈ ક્યા હોતા હૈ? બચ્ચન સાહેબના બંગલા પાસેથી ક્યારેક પસાર થાઉ ત્યારે હું જોતો હોઉ છું કે ત્યાં ચાહકોનો મેળાવડો જામ્યો હોય છે. 80 વર્ષની ઉમરે લોકો તેમની એક ઝલક જોવા માટે દૂર દૂરથી આવે છે અને કલાકો સુધી રાહ જુવે છે.સલમાન ખાનને જોવા આવેલા લોકો પર ક્યારેક તો લાઠીચાર્જ કરવો પડે છે એટલી બધી ભીડ એકઠી થઈ જાય છે. શહરૂખ ખાનને દેખવા માટે પૂરી દુનિયામાંથી લોકો આવે છે. મનોજ વધુમાં કહે છે કે અમે લોકો શું છીએ. દર્શકો અમારી સામે સન્માનપૂર્વક જુએ છે. બહુ સરસ કામ કરો છો તમે, અમે તમારી ફિલ્મ જોઈએ છીએ. અમે અમારા દર્શકોને ખૂબ જ અલગ રીતે જોઈએ છીએ અને તેવા જ રીએક્શન આવે છે.