મુંબઇઃ મહાનાયક અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ 'અમર અકબર એન્થૉની'ને રિલીઝ થયે આજે 43 વર્ષ પુરા થઇ ગયા છે, 27 મે 1977માં રિલીઝ થયેલી આ ફિલ્મએ ધૂમ મચાવી દીધી હતી. બચ્ચને ફિલ્મની યાદો સાથે જોડાયેલો એક કિસ્સો ફરી એકવાર શેર કર્યો જે બ વાયરલ થઇ રહ્યો છે.

બીગ બીએ જણાવ્યુ કે તે સમયે આ 'અમર અકબર એન્થૉની' ફિલ્મએ એટલો બિઝનેસ કર્યો હતો કે વર્તમાનમાં હાલના કલેક્શન પ્રમાણે તે બાહુબલી 2ના કલેક્શનથી પણ વધારે છે. તેમને ફિલ્મના સેટ પરથી શ્વેતા અને અભિષેકની સાથેનો પોતાનો એક ફોટો પણ શેર કર્યો હતો.



પોતાની પૉસ્ટમાં અમિતાભે લખ્યું- 'અમર અકબર એન્થૉની'ના સેટ પર શ્વેતા અને અભિષેક મને મળવા આવ્યા હતા.... તે સમયે હૉટલ હૉલીડે ઇનના બૉલરૂમમાં હું માય નેમ ઇઝ એન્થૉની ગોંસાલ્વિસ ગીતનુ શૂટિંગ કરી રહ્યો હતો...... આ તસવીર સમુદ્ર કિનારાના સામેની છે.... આજે AAAના 43 વર્ષ થઇ ગયા છે.



બીગ બીએ આગળ લખ્યુ્ં- જ્યારે મનજી (મનમોહન દેસાઇ) મને આ ફિલ્મનો આઇડિયા સંભળાવવા આવ્યા.... અને તેમને આનુ ટાઇટલ બતાવ્યુ.... મને લાગ્યુ કે તે હોશમાં નથી..... 70 ના દાયકામાં એક સમય પર જ્યારે ફિલ્મોના ટાઇટલ બહેન, ભાભી અને બેટીની આસપાસ ફરતા હતા, તે સમયે તેનાથી બિલકુલ જ અલગ હતુ..... પરંતુ....



તેમને આગળ બતાવ્યુ કે રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મએ તે સમયે 7.25 કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો.... જો આજના કલેક્શન સાથે તુલના કરીએ તો આ બાહુબલી 2ના કલેક્શનને પણ પાર કરી જશે. કહેનારા કહે છે કે કોણ ગણતરી કરે છે. પણ તથ્ય તો એ છે કે વાસ્તવમાં આને મોટાપ્રમાણમાં વેપાર કર્યો હતો.... એકલા મુંબઇમાં 25 સિનેમાઘરોમાં 25 સપ્તાહ પુરા કર્યા હતા... તેઓ કહે છે.... એવુ નથી હોતુ... ગયા તે દિવસો....